Not Set/ મહારાણી એલિઝાબેથે ભારતનાં જાણીતા એડવોકેટ હરીશ સાલ્વેને બનાવ્યા પોતાના વકીલ

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડતા દેશનાં જાણીતા વકીલ હરીશ સાલ્વેને ક્વીન કાઉન્સેલ (ક્યૂસી) નીમવામાં આવ્યા છે. ક્યૂસીની નિમણૂંક મહારાણી એલિઝાબેથ દ્વારા કરવામાં આવેલ છે. રાણીએ તેમને ઇંગ્લેન્ડ અને વેલ્સની અદાલતો માટે તેમની વકીલ તરીકે નિમણૂંક કરી છે. ક્યૂસીની નિમણૂંકમાં, મહારાણી કોમનવેલ્થ દેશોનાં કેટલાક વરિષ્ઠ એડવોકેટની પસંદગી કરે છે. આ વખતે આ જવાબદારી માટે […]

Top Stories World
Harish Salve મહારાણી એલિઝાબેથે ભારતનાં જાણીતા એડવોકેટ હરીશ સાલ્વેને બનાવ્યા પોતાના વકીલ

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડતા દેશનાં જાણીતા વકીલ હરીશ સાલ્વેને ક્વીન કાઉન્સેલ (ક્યૂસી) નીમવામાં આવ્યા છે. ક્યૂસીની નિમણૂંક મહારાણી એલિઝાબેથ દ્વારા કરવામાં આવેલ છે. રાણીએ તેમને ઇંગ્લેન્ડ અને વેલ્સની અદાલતો માટે તેમની વકીલ તરીકે નિમણૂંક કરી છે. ક્યૂસીની નિમણૂંકમાં, મહારાણી કોમનવેલ્થ દેશોનાં કેટલાક વરિષ્ઠ એડવોકેટની પસંદગી કરે છે. આ વખતે આ જવાબદારી માટે હરીશ સાલ્વેનું નામ પસંદ કરવામાં આવ્યું છે.

આ અંગે ગુરુવારે બાર એન્ડ બેંચ દ્વારા જાણ કરવામાં આવી છે. ક્યૂસીનું બિરુદ તે વકીલોને આપવામાં આવે છે જેમણે કાનૂની વ્યવસાયમાં તેમની નિપુણતા અને ક્ષમતા દર્શાવી છે. સાલ્વે અને બાકીનાં અન્ય એડવોકેટની 16 માર્ચે સત્તાવાર રીતે ક્યૂસી તરીકે નિમણૂંક કરવામાં આવશે. તે સમયે લોર્ડ ચાન્સેલર વેસ્ટમિંસ્ટર હોલમાં આ નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરશે. હરીશ સાલ્વેએ નવેમ્બર 1999 થી નવેમ્બર 2002 સુધી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશનાં સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. હાલમાં, તે બ્લેકસ્ટોન ચેમ્બર્સમાં બેરિસ્ટરનો હોદ્દો ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.