Dharm & Bhakti: ગૌતમ બુદ્ધના અણમોલ વિચારો (Quotes of Budhha) અને બદલાની ભાવના વિષયક વિશેષ ઉપદેશો અત્યંત અસરકારક છે. તો ચાલો જાણીએ કે, શી રીતે બુદ્ધના ઉપદેશ ગુસ્સા અને પ્રતિશોધ (Anger and Revange) ને નાબૂદ કરીને જીવનમાં શાંતિ લાવી શકે છે…
જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણી સાથે દુર્વ્યવહાર કરે છે, અપમાન કરે છે અથવા તો દગો દે છે ત્યારે મનમાં ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. ઘણી વાર તો એવું મન થાય છે કે સામે વાળાને એની જ ભાષામાં જવાબ આપીએ…પણ શું બદલો લેવાથી ખરેખર મનમાં શાંતિ (Peace) મળી જાય છે ખરી? ગૌતમ બુદ્ધના ઉપદેશો (Preachings of Gautam Budhha) દર્શાવે છે કે, ગુસ્સા અને નફરતને જકડીને રાખવાથી નુકસાન વિરોધીનું નહિં પરંતુ આપણું જ થાય છે!
ગૌતમ બુદ્ધના અણમોલ વિચારો અને ઉપદેશો (Quotes of Budhha)
બુદ્ધ પૂર્ણિમા ભગવાન ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મુખ્ય ઘટનાઓ સાથે સંકળાયેલી છે – જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ (અંતિમ નિર્વાણ). બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 563 બીસીમાં લુમ્બિનીમાં થયો હતો. તેમનું સાચું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું અને તેઓ શાક્ય કુળના રાજકુમાર હતા. જોકે, પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ બન્યા.

1. બદલો લેતા પહેલા જાતને આ પ્રશ્ન કરો
જ્યારે પણ તમે કોઈ સાથે બદલો લેવાનું ઈચ્છો ત્યારે તરત જ કોઈ પગલું ભરતા પહેલા જાતને એક સવાલ પૂછવો, આનાથી તમને શું મળશે? શું સામેવાળાને નુકસાન પહોંચાડ્યા પછી મન શાંત થઈ જશે? ઘણી વાર ગુસ્સામાં લીધેલો નિર્ણય પાછળથી પસ્તાવો કરાવે છે! આથી જ થોડો સમય રોકાઇને અને શાંત મનથી વિચારીને કાર્ય કરવું બહેતર છે જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે!
2. કોઈની ભૂલનો બોજો સ્વયં વહન ન કરવો
જો કોઇ તમારી સાથે ખોટું વર્તન (Misbehaviour) કરે તો એની ભૂલના કારણે તમારા મનમાં હંમેશા ગુસ્સો અને નફરત રાખવાથી તમે પોતે જ હેરાન થશો! અન્ય વ્યક્તિ તમને એક વાર દુ:ખ પહોંચાડે છે પણ એના વિશે વારંવાર વિચારીને તમે પોતાને જ લાંબા સમય સુધી દુ:ખી રાખશો. બુધ્ધના આ ઉપદેશોથી એ શીખવા મળે છે કે, સ્વયંના મનને નકારાત્મક વિચારસરણીથી મુક્ત રાખવાની કોશિશ કરવી જોઇએ.
3. ક્ષમા આપવી એ નિર્બળતા નથી
કોઇને પણ માફ કરવા (Forgiveness)નો એ અર્થ નથી કે એના ખોટા વ્યવહારને ઉચિત માની લેવામાં આવે! માફ કરવાનો અર્થ એ છે કે, તમે એ ઘટનાને તમારા જીવન પર હાવી થવા નથી દેવા માગતા. જો કોઈ વ્યક્તિ તમારી સાથે વારંવાર દુર્વ્યવહાર કરતી હોય તો એનાથી અંતર જાળવવું અને મર્યાદા નિશ્ચિત કરવી જરુરી છે. પરંતુ, બદલો લેવાની ભાવનામાં સ્વયંને હેરાનગતિ પહોંચાડવી એ એનુ સમાધાન નથી.
4. પોતાની જીંદગી પર ધ્યાન આપો
કોઇના ખોટા વ્યવહારનો સૌથી ઉત્તમ કોઈ જવાબ હોય તો એ છે કે તમે તમારી જીંદગીમાં આગળ ધપતા રહો. પોતાની ખુશી, કેરિયર, પરિવાર અને લક્ષ્ય (Life Goal) તરફ પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે સ્વયંને બહેતર બનાવવામાં વ્યસ્ત થઇ જાઓ છો ત્યારે બદલો લેવાની ભાવના ધીમે-ધીમે નિર્બળ થતી જાય છે.
5. નફરતથી નફરત ક્યારેય ખતમ નથી થતી
ગૌતમ બુદ્ધના ઉપદેશો (Quotes of Budhha)નો એ સાર છે કે, નફરત કે ઘૃણાથી નફરત (Hatred) કદીયે ખતમ કરી શકાતી નથી. જો કોઇ તમારી સાથે ખરાબ કરે અને તમે પણ બદલો લેવા માટે એ જ કરો તો વિવાદ પૂર્ણ થવાના બદલે વધી શકે છે અને મનમાં ગુસ્સો અને અજંપો વધી જાય છે.

તેમના વિચારો આજે પણ સુસંગત છે
સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચારો આજે પણ સુસંગત છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે, તેમના અનુયાયીઓ મંદિરોમાં દીવા પ્રગટાવે છે અને ધાર્મિક ગ્રંથોનું પાઠ કરે છે. આ દિવસ આત્મનિરીક્ષણ અને અહિંસા અને કરુણાની ભાવનાને જાગૃત કરવાનો અવસર છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 1 ઓગસ્ટે કન્યા રાશિમાં શુક્રનું ગોચર: આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની
આ પણ વાંચો: ગ્રહ પરિવર્તન 2026: સિંહ રાશિમાં શુક્રની પધરામણી, 1 ઓગસ્ટ સુધી આ 3 રાશિના જાતકો પર થશે ધન-વૈભવનો વરસાદ
આ પણ વાંચો: 11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..!
