Not Set/ રફેલ નડાલ અને રોજર ફેડરર શાંઘાઇ માસ્ટર્સની સેમિ-ફાઈનલમાં પહોચ્યા

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે શાંઘાઇ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. નડાલે પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર-ફાઈનલ મેચ ગ્રિગેર ડીમીટ્રોવને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફેડરરે ફ્રાન્સના ફ્રેન્ચ ગેસેકેટને હરાવ્યો હતો. સ્પેનના ખેલાડી નડાલે 2 કલાક અને 35 મિનિટની મેચમાં 6-4, 6-7 (4-7), 6-4 થી ડિમિટ્રોવને હરાવ્યા હતા. […]

Sports
8218186 3x2 રફેલ નડાલ અને રોજર ફેડરર શાંઘાઇ માસ્ટર્સની સેમિ-ફાઈનલમાં પહોચ્યા

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરે શાંઘાઇ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટના સેમિ-ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. નડાલે પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર-ફાઈનલ મેચ ગ્રિગેર ડીમીટ્રોવને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફેડરરે ફ્રાન્સના ફ્રેન્ચ ગેસેકેટને હરાવ્યો હતો.

સ્પેનના ખેલાડી નડાલે 2 કલાક અને 35 મિનિટની મેચમાં 6-4, 6-7 (4-7), 6-4 થી ડિમિટ્રોવને હરાવ્યા હતા. આ સાથે નડાલની આ 15 મો સળંગ વિજય છે. નડાલે અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં શાંઘાઇ માસ્ટર્સ ટાઇટલ જીત્યું નથી. ત્યારે સેમિ-ફાઈનલમાં તેનો મુકાબલો મેરિન સિલીક સામે થશે.

જ્યારે વિશ્વના બીજા ક્રમાંકિત ફેડરરે ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડીને 7-5, 6-4થી હરાવ્યો અને સેમિફાઇનલ્સમાં પહોંચ્યો. સેમિ-ફાઈનલમાં તેનો મુકાબલો ડેલ પોટ્રો સામે થશે.