Not Set/ એમ.પી.શાહ કોલેજમાં સિનિયરો દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારી કરાયુ રેગિંગ, આ તે કેવી ગમ્મત

દેશમાં રેગિંગને લઇને ઘણી વખત સાંભળવામાં આવે છે કે તે માત્ર એક ગમ્મત છે જે સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં વેલકમ માટે કરવામાં આવે છે. જો કે હાલનાં સમયમાં કોલેજનાં વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના છાશવારે બની રહી છે, ત્યારે ફરીથી આવી જ એક ચકચારી ઘટના જામનગરની વિખ્યાત એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં બનવા પામી છે. જેમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજનાં […]

India
maxresdefault 11 એમ.પી.શાહ કોલેજમાં સિનિયરો દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારી કરાયુ રેગિંગ, આ તે કેવી ગમ્મત

દેશમાં રેગિંગને લઇને ઘણી વખત સાંભળવામાં આવે છે કે તે માત્ર એક ગમ્મત છે જે સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં વેલકમ માટે કરવામાં આવે છે. જો કે હાલનાં સમયમાં કોલેજનાં વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના છાશવારે બની રહી છે, ત્યારે ફરીથી આવી જ એક ચકચારી ઘટના જામનગરની વિખ્યાત એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં બનવા પામી છે. જેમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને સિનિયરો દ્વારા રેગિંગ કરતા સમગ્ર ઘટનાને લઈને જામનગરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે અગાઉ પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ એમપી શાહ મેડિકલ કોલેજમાં બનવા પામી છે. ત્યારે હાલની રેગિંગની ઘટનાને લઈને કોલેજનાં ડીન દ્વારા તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે.

જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ રેગિંગની ઘટનાને લઈને વારંવાર વિવાદમાં સપડાઇ રહી છે ત્યારે જામનગરમાં જ રહેતા અને મેડિકલ કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તથા મધ્યમ વર્ગનાં પરીવારમાંથી આવતા અને સ્કોલરશિપમાં અભ્યાસ કરતા પાર્થ રાઠોડ નામનાં વિદ્યાર્થીને ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં સિનિયર (ત્રણથી ચાર વિદ્યાર્થીઓ) દ્વારા મેડિકલ કોલેજનાં હોસ્ટેલમાં રહેતા પાર્થનાં રૂમને તાળું મારી તેનો સામાન બહાર ફેંકી દઇ ઢોર માર માર્યા બાદ રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં હદ તો ત્યારે વધી કે મેડિકલ કોલેજ હોસ્ટેલનું કેમ્પસ મૂક્યા બાદ જ્યારે ઘરે પાર્થ હતો ત્યારે પણ તેને ધમકી ભર્યા ફોન સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે રેગિંગની ઘટનાથી ભયભીત બનેલા પાર્થે હાલ મીડિયા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો છે અને રેગિંગનો ભોગ બનેલા પાર્થ દ્વારા જિલ્લા પોલીસ વડા પાસે રક્ષણ પણ માંગવામાં આવ્યું છે.