IPL 2021/ રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ…

ચેન્નઇનાં એમ.એ.ચિદમ્બરમ મેદાન પર બુધવારે (21 એપ્રિલ) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સનાં કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે 6 બોલમાં 4 રનની ઇનિંગ રમી હતી.

Sports
123 78 રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ...

ચેન્નઇનાં એમ.એ.ચિદમ્બરમ મેદાન પર બુધવારે (21 એપ્રિલ) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સનાં કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે 6 બોલમાં 4 રનની ઇનિંગ રમી હતી. પંજાબની ઇનિંગ્સનાં પહેલા બોલ પર રાહુલે પોતાનું ખાતું ખોલતા જ ઇતિહાસ રચ્યો હતો.

123 79 રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ...

IPL 2021 / ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલે ટી-20 ક્રિકેટમાં 5000 રન પૂરા કરી દીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કેએલ રાહુલે આઈપીએલમાં 5000 રનનાં કીર્તિમાનને પૂરો કરી લીધો છે. ટી-20 ફોર્મેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલનાં નામે છે. ક્રિસ ગેલ પછી કેએલ રાહુલ બીજો ક્રિકેટર છે જેને 5000 રનનો કીર્તિમાન પોતાના નામે કર્યો છે. ક્રિસ ગેલે ટી-20 ક્રિકેટમાં 132 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા હતા, જ્યારે કેએલ રાહુલે 143 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા છે. કેએલ રાહુલે શોન માર્શને પાછળ છોડી દીધો છે. શોન માર્શે 144 ઇનિંગ્સમાં 5000 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.

123 80 રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ...

IPL 2021 / રસલ-કમિન્સની તોફાની બેટિંગ પણ KKR ને હારથી ન બચાવી શકી, ધોની બ્રિગેડે લગાવી જીતની હેટ્રિક

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે ફક્ત 4 રનનાં સ્કોર પર ભુવનેશ્વર કુમારનાં બોલ પર આઉટ થયો હતો. છેલ્લી ત્રણ મેચોમાં પંજાબ કિંગ્સની ટીમે માત્ર એક મેચ જીતી છે, જ્યારે ટીમને બે મેચમાં હાર મળી છે. મેચમાં પંજાબ કિંગ્સની હાફ ઇનિંગ્સ 63 રને પેવેલિયન પહોંચી ગઇ હતી. પંજાબ કિંગ્સ તરફથી કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. મયંક અગ્રવાલ 22 રન, ક્રિસ ગેલ 15 રને આઉટ થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રના આપીને 2 વિકેટ લીધી હતી. પંજાબની પૂરી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હોતી અને 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ખલીલ અહેમદે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી, સિદ્ધાર્થ કૌલ અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

Untitled 39 રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ...