Congress Rahul Gandhi/ ભારત જોડો ન્યાય યાત્રાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો કેસ આસામ CIDને કરવામાં આવ્યો ટ્રાન્સફર 

આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓ સામે કેસ નોંધાયાના બે દિવસ બાદ આ કેસ CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

Top Stories India
ભારત જોડો ન્યાય યાત્રાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો કેસ આસામ CIDને કરવામાં આવ્યો ટ્રાન્સફર 

આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓ સામે કેસ નોંધાયાના બે દિવસ બાદ આ કેસ CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા ન દેવા માટે બેરીકેડ તોડી નાખ્યા હતા, ત્યારબાદ તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલામાં સીએમ હિમંતા સરમાએ રાજ્યના પોલીસ મહાનિર્દેશક જીપી સિંહને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ કેસ બે દિવસ બાદ CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આસામ પોલીસ વડા જી.પી. સિંહે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “SIT દ્વારા સંપૂર્ણ તપાસ માટે આ કેસ CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.” રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસના નેતાઓ પર IPCની 9 કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં રમખાણો સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. ગેરકાનૂની એસેમ્બલી અને ગુનાહિત કાવતરું.

રાહુલ ગાંધીની યાત્રામાં ભાગ લઈ રહેલા કોંગ્રેસના કાર્યકરોની મંગળવારે ગુવાહાટી બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. હિમંત સરકારે ટ્રાફિકને ટાંકીને તેમની યાત્રાને ગુવાહાટીના મુખ્ય માર્ગો પર જવાની પરવાનગી આપી ન હતી. સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ પરવાનગી ન આપવાના કારણોને વાહિયાત ગણાવીને શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’

આ પણ વાંચો:CM Jagan Reddy/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ કરી રહી છે ‘ગંદી’ રાજનીતિ, કેમ ગુસ્સે થયા CM જગન રેડ્ડી?