Not Set/ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પુંછ્યા 11 સવાલ, સરકાર દેશને જણાવે કેમ લીધો નોટબંધીનો નિર્ણય

નવી દિલ્હીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે, ફક્ત 50 પરિવારને ફાયદો પહોંચાડવા માટે નોંટબંધી અમલમાં મુકી છે. આ પગલાથી દેશની આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે તેમના નુક્સાનની ભરપાઇ કરવી જોઇએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધી કરતી વખતે દેશની જનતા સામે 50 દિવસ માંગ્યા […]

India

નવી દિલ્હીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે, ફક્ત 50 પરિવારને ફાયદો પહોંચાડવા માટે નોંટબંધી અમલમાં મુકી છે. આ પગલાથી દેશની આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે તેમના નુક્સાનની ભરપાઇ કરવી જોઇએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધી કરતી વખતે દેશની જનતા સામે 50 દિવસ માંગ્યા હતા. અને કહ્યું હતું કે, 50 દિવસ બાદ પરિસ્થિતિ સામાન્ય થઇ જશે. પરંતુ 50 દિવસની સમય મર્યાદા બાદ પણ પરિસ્થિતિ સામાન્ય ના થતા વિરોધ પક્ષો PM મોદીને સતત નિશાને લઇ રહ્યા છે. 50 માં દિવસે કૉંગ્રેસસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને કેટલાક સવાલ કર્યા હતા.

રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 11 સવાલ

1 પીએમ મોદીએ દેશને જણાવું જોઇએ કે, 8 નવેમ્બર બાદ કેટલું કાળુનાંણુ સામે આવ્યું છે.

2 નોટબંધીથી દેશને કેટલું આર્થિક નુક્સાન થયું

3 નોટબંધીના લીધે જીવ ગુમાવનર  લોકોની જાણકારી આપે

4 8 નવેમ્બર પહેલા બે મહિનામાં 25 લાખ રૂપિયા જમા કરાવનારની યાદી બહાર પાડે
5 બેંકોમાંથી રૂપિયા ઉપાડવાન મર્યાદા દૂર કરવી જોઇએ. આ લોકોની નાણાંકીય આઝાદી પર તરાપ છે.

6 પ્રધાનમંત્રીએ લોકોને પોતાના પૈસા બેંકોમાં જમા કરાવવા માટે મજબૂર કર્યા છે. હવે બેંકોમાંથી 24 હજાર ઉપાડવાની મર્યાદા દૂર કરવી જોઇએ.

7પ્રધાનમંત્રીએ જણાવું જોઇએ કે, નોટબંધીથી પ્રભાવિત ખેડૂતોનું આર્થિક નુક્સાન કેમ દૂર કરશે.

8 ખેડૂતોનું દેવુ માફ કરવું જોઇએ

9 ખેડૂતોની ન્યુનત્તમ સમર્થન પર 20 ટકા બોનસ આપી દેવું જોઇએ.

10 મનરેગા દિવસની દાડીને ડબલ કરે PM

11 પ્રત્યેક બીપીએલ પરિવાર મહિલાઓને 25,000 રૂપિયાની આર્થિક મદદ આપવી જોઇએ