Not Set/ રાહુલ ગાંધીનું ‘મિશન ગુજરાત’

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાતના ભાગરૂપે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. રાહુલ ગાંધી ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદના હાથિજણ ખાતેથી થશે. બીજા તબક્કાની નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના સાત જીલ્લાની ૩૫ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે. આ બેઠકો પર તેઓ જનસભા અને રોડ શો કરીને લોકો સાથે સંવાદ કરશે. ઉલ્લેખનિય છે કે, […]

India
રાહુલ ગાંધીનું 'મિશન ગુજરાત'

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાતના ભાગરૂપે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. રાહુલ ગાંધી ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદના હાથિજણ ખાતેથી થશે. બીજા તબક્કાની નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના સાત જીલ્લાની ૩૫ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે. આ બેઠકો પર તેઓ જનસભા અને રોડ શો કરીને લોકો સાથે સંવાદ કરશે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ હાલ રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની તેમની યાત્રાની સમાપ્તિ કર્યા બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસની નવસર્જન યાત્રા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.

જાણો રાહુલ ગાંધીનો ત્રણ દિવસનો કાર્યક્રમ :

  • બીજા તબક્કાની નવસર્જન યાત્રાનો પ્રારંભ અમદાવાદના રાસ્કા ખાતેથી શરૂ થશે. જેમાં પ્રથમ દિવસે રાસ્કાથી શરૂ થયેલી આ યાત્રા રાસ્કાથી નીકળીને ખાત્રજ ચોકડી પહોંચશે. જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
  • ત્યાર બાદ ખાત્રજ ચોકડીથી નીકળેલી આ યાત્રા નડિયાદ પહોંચશે. જ્યાં રાહુલ ગાંધી સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કરશે. સંતરામ મંદિરના દર્શન કર્યા બાદ આ યાત્રા વલેટવા ચોકડી, બાંધણી ચોકડી થઈને પેટલાદ શહેર પહોંચશે.
  • પેટલાદ બાદ આ યાત્રા બોરસદ શહેર થઈને આંકલાવ પહોંચશે. આંકલાવથી નીકળીને ઉમેટા ચોકડી થઈને વડોદરા શહેર પહોંચશે. જ્યાં સાંજે રાહુલ ગાંધીના રોડ શોનું આયોજન કરાયું છે. રોડ શો બાદ રાત્રી રોકાણ વડોદરા ખાતે જ કરવામાં આવશે.
  •  બીજા દિવસે રાહુલ ગાંધી વડોદરા બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે પ્રાર્થનામાં જોડાશે પછી સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.
  • ત્યારબાદ કરજણ ખાતે બેઠક યોજશે. તેમજ ડભોઈમાં આશા વર્કર-આગણવાડી કાર્યકરો સાથે વાતચીત કરશે અને ડભોઈ માર્કેટ યાર્ડમાં સંબોધન કરશે.
  • છોટા ઉદેપુરના ગામડી ખાતે બેઠક યોજશે તેમજ છોટા ઉદેપુરના બોડેલી ખાતે જાહેર સભાને પણ સંબોધશે.
  • અંતિમ અને ત્રીજા દિવસે સવારે ૧૦ વાગે રાહુલ ગાંધી છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે આદીવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરશે. દેવગઢ બારિયા ખાતે બેઠક બેરોજગારીના મુદ્દે બેઠક યોજશે.
  • ત્યારબાદ તેઓ લીમખેડા ખાતે બપોરે ૧ઃ૧૦ વાગે આદિવાસી અધિકારો પર બેઠક કરશે. દાહોદ સાલિયાના કબીર મંદિરે દર્શન કરશે.
  • પંચમહાલના સંત રોડ ખાતે એક બેઠક યોજશે. ગોધરાના તુવા ગામ ખાતે કામદારો સાથે બેઠક કરશે અને ત્યારબાદ  ભાથીજી મહારાજ ફાગવેલના દર્શન કરી જાહેર સભા સંબોધશે.