Political/ કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન, રાહુલ ગાંધીએે ટ્વીટ કરી કર્યુ સમર્થન

ભારત બંધનાં એલાનને ગુજરાતનું પણ સમર્થન મળી રહ્યુ છે. વળી બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ખેડૂતોનું સમર્થન કર્યુ છે.

Top Stories India
123 104 કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન, રાહુલ ગાંધીએે ટ્વીટ કરી કર્યુ સમર્થન
  • કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન
  • રાષ્ટ્રીય કિસાન મોરચાએ આપ્યું છે એલાન
  • ભારત બંધના એલાનને ગુજરાતનું સમર્થન
  • ગુજરાતમાં પોલીસ બંદોબસ્ત વધારાયો
  • કાયદો-વ્યવસ્થા જાળવવા ગુજરાત પોલીસ એલર્ટ
  • બંધના ભાગરૂપે ગુજરાતમાં કાર્યક્રમ યોજાઇ શકે
  • ગુજરાતમાં પણ વિરોધ કાર્યક્રમ યોજાઇ શકે
  • રાહુલ ગાંધીએ ખેડૂતોનાં સમર્થનમાં કર્યુ ટ્વીટ

આજે ખેડૂતોએ કૃષિ કાયદાનાં વિરોધમાં ભારત બંધનું એલાન કર્યુ છે. આ બંધનું એલાન રાષ્ટ્રીય કિસાન મોરચાએ આપ્યુ છે. આ ભારત બંધનાં એલાનને ગુજરાતનું પણ સમર્થન મળી રહ્યુ છે. વળી બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ખેડૂતોનું સમર્થન કર્યુ છે.

આ પણ વાંચો – શાબ્દિક હુમલો / ઉત્તરપ્રદેશમાં મુસ્લિમનો કોઇ નેતા નથી,રાજકીય પાર્ટી બેન્ડબાજાની જેમ ઉપયોગ કરે છે : ઓવૈસી

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ નવા કૃષિ કાયદાનાં વિરોધમાં દેશનાં 40 થી વધુ ખેડૂત સંગઠનોએ આજે ​​સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ભારત બંધનું એલાન કર્યું છે. તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, સંસ્થાઓ, બજારો, દુકાનો અને ઉદ્યોગો આજે બંધ રાખવા માટે ખેડૂતો વતી અપીલ કરવામાં આવી છે. વિપક્ષનાં ઘણા મોટા રાજકીય પક્ષોએ સંયુક્ત કિસાન મોરચાનાં નેતૃત્વમાં બોલાવેલા આ ભારત બંધને ટેકો આપ્યો છે. આરજેડી-કોંગ્રેસ-બસપા-આંધ્રપ્રદેશનાં શાસક વાયએસઆર કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો પણ ખેડૂતોની સાથે આ બંધમાં સામેલ છે. વળી આજે સવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ, ‘ખેડૂતોનું અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે પરંતુ શોષણ કરતી સરકારને આ પસંદ નથી એટલે આજે ભારત બંધ છે.’

આ પણ વાંચો – વરસાદ / રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નાં બહાને ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું છે કે, જ્યારે દેશમાં નફરત ફેલાવવામાં આવી રહ્યો છે ત્યારે કેવો અમૃત મહોત્સવ. આ ટિપ્પણી માટે બોલિવૂડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે તેમની નિંદા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે શીખ અને કાશ્મીરી હિન્દુઓની હત્યા કરનાર રાહુલ ગાંધીનાં હાથ પણ લોહીથી રંગાયેલા છે.