મુલાકાત/ લખીમપુર હિંસા મામલે રાહુલ ગાંધી આવતીકાલે રાષ્ટ્રપતિને મળશે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે એટલે કે આવતીકાલે લખીમપુર હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા જશે. તેમની પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે

Top Stories
rrrrrrr લખીમપુર હિંસા મામલે રાહુલ ગાંધી આવતીકાલે રાષ્ટ્રપતિને મળશે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બુધવારે એટલે કે આવતી કાલે લખીમપુર હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા જશે. તેમની પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે રહેશે. રાષ્ટ્રપતિ ભવને તેમને સવારે સાડા અગિયાર વાગ્યાનો સમય આપ્યો છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ સાથે ખેડૂતોના મૃત્યુના મુદ્દે ચર્ચા કરશે.

કોંગ્રેસનું આ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટોનીને તેમના પદ પરથી હટાવવાની માંગણી પણ કરી શકે છે. તે આ મામલે રાષ્ટ્રપતિની હસ્તક્ષેપ માંગી શકે છે.

ઉલ્લેખનીય છે કે જે દિવસે આ હિંસા લખીમપુરમાં થઈ હતી તે દિવસે તે યુપી સરકારના મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે લખીમપુરમાં એક બેઠક કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો ફૂટેજમાં અજય મિશ્રાના પુત્રની સંડોવણીનો દાવો કરવામાં આવ્યો હતો, જેને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડી અને બાદમાં પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.