Politics/ રાહુલ ગાંધીનો મોંઘવારી અને અચ્છેે દિન પર કટાક્ષ

છેલ્લા દોઢ વર્ષમાં દેશનાં મોટાભાગનાં રાજ્યોને બે વાર લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે,

Top Stories India
ગરમી 124 રાહુલ ગાંધીનો મોંઘવારી અને અચ્છેે દિન પર કટાક્ષ

દેશમાં વિપક્ષનો સૌથી મોટો અવાજ બનીને ઉભરેલા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા આવ્યા છે. આજે પણ તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા મોદી સરકાર પર કટાક્ષ કર્યો  છે.

હાયરે કોરોના / મહામારી રોકવામાં આ રાજ્યો અસફળ, કેન્દ્રે ટીમ મોકલી મુકાબલો કરવા શીખવશે પદ્ધતિ

છેલ્લા દોઢ વર્ષમાં દેશનાં મોટાભાગનાં રાજ્યોને બે વાર લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવા માટે મોંઘવારી નીચે લાવશે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરાંત હવે પીએનજી અને સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. જેને લઇને હવે વિપક્ષ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યુ છે. ખાસ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. તેમણે આજે મોદી સરકારનાં અચ્છે દિનનાં નારા પર ટ્વીટ કરી કટાક્ષ કર્યો છે.

મહામારીનો ભય / દેશ અનેે દુનિયામાં કોરોનાએ મચાવ્યું તાંડવ, સંક્રમણનો આંક પહોંચ્યો 18.5 કરોડને પાર

રાહુલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘મોંઘવારીનો વિકાસ ચાલુ છે, ‘અચ્છે દિન’ દેશ પર ભારી છે, PM ની બસ મિત્રોને જવાબદારી!’ આ અગાઉ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયેલા વધારાને નિશાન બનાવ્યું હતું. રાહુલે એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો, જેમાં દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયા પાર થવાના સમાચાર હતા. આ સાથે રાહુલે લખ્યું કે, તમારી કાર ભલે પેટ્રોલ પર ચાલે છે કે ડીઝલ પર, મોદી સરકાર કર વસૂલાત પર ચાલે છે. ગુરુવારથી દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ સી.એન.જી. દિલ્હીમાં પ્રતિ કિ.ગ્રા. 43.40 રૂપિયામાં મળતુ હતુ, જે હવે વધીને રૂ. 44.30 પ્રતિ કિલો થયો છે. બીજી બાજુ, જો આપણે પીએનજી વિશે વાત કરીએ તો તે એસસીએમ દીઠ 29.66 પર પહોંચી ગયો છે. દિલ્હીનાં પડોશી શહેર નોઈડામાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અહી સીએનજી 49.09 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે.