Not Set/ રાહુલ ગાંધીનાં વિમાનમાં આવી ટેકનિક ખામી, દિલ્હી પરત ફર્યા

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણી પ્રચાર માટે બિહાર જવા રવાના થયા હતા. દિલ્હીથી તેમણે વિમાનમાં ઉડાન ભરી પરંતુ વચ્ચે તેમના વિમાનમાં કોઇ ટેકનિકલ ખામી આવતા તેમના વિમાનને દિલ્હી પાછુ ફરવુ પડ્યુ હતુ. તેમણે વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી વિશે ટ્વીટમાં જણાવતા કહ્યુ કે, ‘પટના જતા સમયે વિમાનનાં એન્જિનમાં સમસ્યા આવી ગઇ છે!  અમારે પાછુ […]

Top Stories India
rahulgandhi plane engine રાહુલ ગાંધીનાં વિમાનમાં આવી ટેકનિક ખામી, દિલ્હી પરત ફર્યા

નવી દિલ્હી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણી પ્રચાર માટે બિહાર જવા રવાના થયા હતા. દિલ્હીથી તેમણે વિમાનમાં ઉડાન ભરી પરંતુ વચ્ચે તેમના વિમાનમાં કોઇ ટેકનિકલ ખામી આવતા તેમના વિમાનને દિલ્હી પાછુ ફરવુ પડ્યુ હતુ. તેમણે વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી વિશે ટ્વીટમાં જણાવતા કહ્યુ કે, ‘પટના જતા સમયે વિમાનનાં એન્જિનમાં સમસ્યા આવી ગઇ છે!  અમારે પાછુ દિલ્હી જવુ પડ્યુ. આજે સમસ્તીપુર(બિહાર), બાલાસોર(ઓડિશા), અને સંગમનેર(મહારાષ્ટ્ર)માં થવાની સભાઓ મોડી થશે. અસુવિધા માટે દિલગીર છુ.’

કોંગ્રેસ અધ્યક્ષ આજે ત્રણ સભાને સંબોધવાના છે. સૌથી પહેલા તે બિહારનાં પટનામાં સભાને સંબોધવાના હતા પરંતુ તે પહેલા દિલ્હીથી વિમાનમાં બેઠેલા રાહુલ ગાંધીને વચ્ચેથી જ પરત ફરવુ પડ્યુ હતુ. જેનુ કારણ પ્લેનનાં એન્જિનમાં રેહેલી ટેકનિકલ ખામી છે. જો કે પ્લેનમાં આવેલી ટેકનિકલ ખામી વિશે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, આ ત્રણેય સભાઓ મોડી થશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ચુંટણીનાં મઘ્ય ચરણનાં મતદાન બાદ બધા વિરોધીઓ ગાયબ થઇ ગયા છે. તેવામાં આજે રાહુલ ગાંધીનાં વિમાનમાં ટેકનિકલ ખામી આવવી શું સૂચક છે તે હવે જોવુ રહ્યુ.