Not Set/ IPL 2019 – આજે બે ધુરંધર ટીમ ચેન્નાઇ અને મુંબઇ વચ્ચે થશે ટક્કર

IPL માં આજે ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકેલી બે મજબૂત ટીમ ટકરાશે. આજના મેચમાં ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. આઇપીએલ સીઝન 12માં મજબૂત પ્રદર્શન સાથે પ્લેઓફમાં પહોંચેલી અને પોઇન્ટ ટેબલમાં પણ ટોપર એવી ચેન્નાઇ આજે તેના વિજયરથને આગળ વધાવા માટે મુંબઇન ઇન્ડિયન્સ સામે મેદાને ઉતરશે. ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટક્કર લેનારી […]

Sports
Chennai Superkings vs Mumbai Indians match 44th match IPL 2019 – આજે બે ધુરંધર ટીમ ચેન્નાઇ અને મુંબઇ વચ્ચે થશે ટક્કર

IPL માં આજે ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકેલી બે મજબૂત ટીમ ટકરાશે. આજના મેચમાં ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. આઇપીએલ સીઝન 12માં મજબૂત પ્રદર્શન સાથે પ્લેઓફમાં પહોંચેલી અને પોઇન્ટ ટેબલમાં પણ ટોપર એવી ચેન્નાઇ આજે તેના વિજયરથને આગળ વધાવા માટે મુંબઇન ઇન્ડિયન્સ સામે મેદાને ઉતરશે.

ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટક્કર લેનારી મુંબઇ ઇન્ડિયન્સ 10 મેચમાં 12 અંક સાથે ત્રીજા ક્રમાંકે છે, તે રાજસ્થાન વિરુદ્વ પરાસ્ત થયા બાદ આજે મેચ રમશે અને પ્લેઓફની સ્પર્ધામાં ખુદને ટકાવી રાખવા માટે ઉત્સુક રહેશે. મુંબઇના પ્રદર્શનમાં આ વખતે ચડાવઉતાર જોવા મળ્યો છે ત્યારે તેઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આવશ્યકતા રહેશે.

બન્ને ટીમ વચ્ચે થયેલા 25 મુકાબલામાં ચેન્નાઇએ 11 મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે મુંબઇએ 14 મેચમાં જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલા છેલ્લા 7 મેચમાં મુંબઇ 5 મેચ જીતી છે. તેથી મુંબઇનું પલડું ભારે રહ્યું છે. ગુરુવારે મુંબઇની જીતથી તે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે પહોંચશે પરંતુ તેના માટે ટીમના પ્રદર્શન ઉપરાંત અન્ય ટીમ પર પણ મદાર રહેશે.

ચેન્નાઇની ચિંતા

ચેન્નાઇની બેટિંગનો મદાર આ સીઝનમાં સૂકાની મહેન્દ્ર સિંહ ધોની પર વધુ રહ્યો છે પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્વ શેન વોટ્સનની આક્રમક બેટિંગથી ટીમને ચોક્કસપણે રાહત મળી છે. જો કે મધ્યમ ક્રમના બેટ્સમેન અંબાતી રાયુડૂ અને કેદાર જાદવનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.

રોહિતનું ખરાબ ફોર્મ

મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સૂકાની રોહિત શર્માનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું નથી પરંતુ મુંબઇ પાસે ધુંઆધાર બેટ્સમેન વધુ હોવાથી ટીમ માટે ખાસ ચિંતા જેવું લાગતું નથી.

પોઇન્ટ ટેબલ

ટીમ મેચ જીત હાર ટાઇ અંક
ચેન્નાઇ સુપરકિંગ્સ 11 8 3 0 16
દિલ્હી કેપિટલ્સ 11 7 4 0 14
મુંબઇ ઇન્ડિયન્સ 10 6 4 0 12
સનરાઇઝર્સ હૈદરાબાદ 10 5 5 0 10
કિંગ્સ ઇલેવન પંજાબ 11 5 6 0 10
કોલકાતા નાઇટ રાઇડર્સ 11 4 7 0 8
રાજસ્થાન રોયલ્સ 11 4 7 0 8
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 11 4 7 0 8