Political/ રાહુલ ગાંધીનો કટાક્ષ – ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

કોંગ્રેસનાં સાંસદ અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા હોય છે. તે સમયાંતરે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહે છે.

Top Stories India
PICTURE 4 230 રાહુલ ગાંધીનો કટાક્ષ - ભાજપે એવો વિકાસ કર્યો કે હવે Sunday શું અને Monday શું?

દેશમાં આજે એક એવો સમય છે કે યુવાનો સૌથી વધુ બેકાર બેસી રહ્યા છે. એક તરફ બેરોજગારી વધી જ રહી હતી તેમા કોરોના મહમારીએ આવીને વધારો કર્યો અને આજે એવે સમય છે કે જે લોકો પાસે નોકરી હતી તેમને પણ આ મહામારીનાં કારમે છુટા કરવામાં આવી રહ્યા છે. હવે આ બેરોજગારીને લઇને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાાંધીએ ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો – Political /  CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

કોંગ્રેસનાં સાંસદ અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા હોય છે. તે સમયાંતરે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રહે છે. રાહુલ ગાંધીનું એક ટ્વીટ, જે વારંવાર પોતાની પોસ્ટ દ્વારા કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવે છે, તે ફરીથી હેડલાઇન્સમાં છે. રાહુલ ગાંધીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક અખબારનું કટીંગ શેર કર્યુ છે, જેની હેડલાઇનમાં લખવામાં આવ્યું છે, ‘4000 કંપનીઓ પર તાળુ વાગી શકે છે.’ આ સમાચારને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ભાજપ સરકારનો ‘વિકાસ’ એવો છે કે રવિવાર-સોમવાર વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ ગયો છે… જો નોકરી ન હોય તો Sunday શું, Monday શું! રાહુલ ગાંધીએ સમાચાર મારફતે બેરોજગારી અને બંધ થઇ રહેલા ઉદ્યોગો પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. તેમનુ આ ટ્વીટ હવે ચર્ચામાં આવ્યુ છે. આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે સત્તાધારી ભાજપ સરકારની નીતિઓ પર સવાલ ઉભા કર્યા હોય, તે ઘણીવાર આવા ટ્વીટ કરી ચુક્યા છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

ઉલ્લેખની છે કે, રાહુલ ગાંધી દેશનાં લગભગ એકમાત્ર એવા નેતા હશે કે જેઓ લગભગ રોજ સોશિયલ મીડિયા મારફતે કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કરતા જનતાનાં સવાલોને ઉઠાવે છે. તાજેતરમાં તેમણે જે ટ્વીટ કર્યુ છે તેમા તેમણે જે અખબારનો ફોટો શેર કર્યો છે તેમા સમાચાર છે કે, અમેરિકન ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટરે ભારતમાંથી પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીનાં હજારો કર્મચારીઓ અને તેની સાથે જોડાયેલા ડીલરોમાં કામ કરતા લોકોની સામે રોજગારીનું મોટું સંકટ ઉભું થયું છે. ડેટા મુજબ, ફોર્ડ પાસે 170 ડીલર ભાગીદારો છે જે દેશભરમાં 400 શોરૂમ ચલાવે છે. કંપની બંધ થવાના સમાચારને કારણે હવે કર્મચારીઓની ચિંતા વધી ગઇ છે. આ ટેન્શનનાં કારણે રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.