Crime/ હત્યાના કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આરોપીના જામીન મંજુર

હત્યાના કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આરોપીના જામીન મંજુર

Top Stories Ahmedabad Gujarat
corona ૧૧૧૧ 34 હત્યાના કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આરોપીના જામીન મંજુર

@રીઝવાન શેખ, અમદાવાદ 

અમદાવાદના રામોલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો.મોતી ભાઈ દેસાઈ નામની વ્યક્તિની જાહેરમાં ઘાતક હથિયારો વડે હત્યા કરાઈ હતી. જે મામલે પ્રતીક દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી. જેની જોડે પોલીસે પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે , મોતી ભાઈ દેસાઈ અને તેમના ભાઈ જગદીશ દેસાઈ શહેરના પ્રખ્યાત બિલ્ડરર્સ હતા અને જોડે જમીન નું લે – વેચનું કામ પણ કરતા હતા. બંને ભાઈઓની સાથે પ્રતીક દેસાઈનું વિવાદ ઘણા સમયથી ચાલતો હતો. અને આ જ મામલે પ્રતીક દેસાઈએ તલવાર વડે મોતીભાઈ દેસાઈ પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. તેવા આક્ષેપો સાથેની પોલીસ ફરિયાદ થઈ હતી.

Robbery / ભગવાનના ધામ એવા અલખધામમાં ઘુસ્યા લુંટેરા, અને સેવક ઉપર જીવલે…

છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ પ્રતીક દેસાઈએ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની પર સુનવણી હાથ ધરાતા બચાવ પક્ષના વકીલ જુનેદ બુલાએ એવી દલીલ કરી હતી કે , જે વખતે બનાવ બન્યો હતો ત્યારે તેમના અસીલની હાજરી બનાવના સ્થળે નહતી. તેમજ બનાવના સ્થળે ગરબા ચાલતા હતા અને તેમાં જે વિડીયો શૂટિંગ ચાલી રહી હતી તેને પણ ચેક કરતા તેમાં તેમના અસીલ ક્યાંય પણ દેખાયા નહતા.

કૃષિ આંદોલન / શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને…

froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…

પોલીસે બનાવમાં વપરાયેલી તલવાર જે કબ્જે લીધી હતી. તેની ઉપર ક્યાંય પણ લોહીના ડાઘા દેખાયા નાં હતા. ડોક્ટરોની ટીમે લાશનું પોસ્ટમોટર્મ કરતા લાશના માથાના ભાગ પર યુ આકાર ની ઈજાઓ થયેલી દેખાઈ આવી હતી. જયારે ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે તલવારના હુમલાથી મૃતકનો જીવ ગયો હતો. જોકે, હકીકતમાં લાશની ઈજાઓને જોતા ક્યાંય પણ એવું લાગતું નથી કે ઇજા તલવારના લીધે જ થઇ હોય.

બીજી તરફ સરકાર પક્ષના વકીલ રમેશ પટની અને ભાવેશ પટેલ દ્વારા એવી દલીલ કરાઈ હતી કે , આરોપી હત્યા કર્યા બાદ ઘણા સમયથી વૉન્ટેડ હતા. પોલીસે તેમની થોડા સમય પહેલા જ ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે જે તલવાર કબ્જા માં લીધી હતી.તે આરોપીના સર્ચ ઓપરેશન દરમિયાન મેળવી હતી. આરોપીની સામે ગંભીર પ્રકારનો ગુનો હોવાથી જો તેને જામીન આપવામાં આવે તો તે કેસની સાથે ચેંડા કરી શકે છે. માટે તેને જામીન ના આપવા જોઈએ.

સેસન્સ જજ સી એસ અધ્યારૂ ની કોર્ટે બચાવ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટને માન્ય રાખીને આરોપી પ્રતીક દેસાઈ ના રેગ્યુલર જામીન અરજીને માન્ય રાખવાનો હુકમ જાહેર કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…