Not Set/ સરકારે ‘ગંગા મ્યૂઝિઅમ’ બનાવવા માટે યોજ્યો બે દિવસનો ઇન્ટરનેશનલ વર્કશોપ

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) દ્વારા બે દિવસનો આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ ‘ ડેવલપિંગ ગંગા મ્યૂઝિઅમ કન્સેપ્ટ : એક્સચેન્જીંગ એક્સપિરિયન્સ એન્ડ આઈડીયાઝ બીટવીન ઇન્ડિયા એન્ડ યુરોપ’ પર હતો. NMCG નાં ડાયરેક્ટર જનરલ આર આર મિશ્રાએ જણાવ્યું હતું કે, નમામી ગંગા મિશન અંતર્ગત આ ગંગા મ્યૂઝિઅમ બનવાનું છે. આ વર્કશોપ ઇન્ડો – […]

Top Stories India
ganga river varanasi સરકારે ‘ગંગા મ્યૂઝિઅમ’ બનાવવા માટે યોજ્યો બે દિવસનો ઇન્ટરનેશનલ વર્કશોપ

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) દ્વારા બે દિવસનો આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ ‘ ડેવલપિંગ ગંગા મ્યૂઝિઅમ કન્સેપ્ટ : એક્સચેન્જીંગ એક્સપિરિયન્સ એન્ડ આઈડીયાઝ બીટવીન ઇન્ડિયા એન્ડ યુરોપ’ પર હતો.

NMCG નાં ડાયરેક્ટર જનરલ આર આર મિશ્રાએ જણાવ્યું હતું કે, નમામી ગંગા મિશન અંતર્ગત આ ગંગા મ્યૂઝિઅમ બનવાનું છે. આ વર્કશોપ ઇન્ડો – જર્મન ડેવલપમેન્ટ અંતર્ગત યોજવામાં આવ્યો હતો.

ગંગા મ્યૂઝિઅમ બાબતે ભારત અને યુરોપનાં એક્સપર્ટ ચર્ચાઓ કરશે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘અમને રીવર મ્યૂઝિઅમ બનાવાનો કોઈ અનુભવ નથી એટલે અમે વિચાર્યું કે આ પ્લાન વિષે એ ફિલ્ડનાં એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ.’

જર્મન મ્યૂઝિઅમ એક્સપર્ટ હેન્સ જોર્ગએ જણાવ્યું હતું કે, ‘ગંગા મ્યૂઝિઅમ પ્રોજેક્ટ વિષેની વાતો કરવામાં ખુબ રસ પડ્યો. મ્યૂઝિઅમનો વિચાર જ એક અદભુત વિચાર છે. આનાથી ગંગા નદીના વિવિધ પાસાઓ લોકોને બતાવી શકાશે.’