Not Set/ મોરબી પાસેના હરીપર ગામ નજીકનો રેલવે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા લોકોને હાલાકી

રાજ્યમાં રોડ રસ્તાનું વિકાસ કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટી ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યમાં અનેક જગ્યાએ ઓવરબ્રિજ, રેલવે બ્રિજ, અંડર બ્રિજ ના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. જયારે રાજ્યમાં ઘણી જગ્યાઓ એવી પણ છે કે જ્યાં જજરીત હાલતમાં બ્રિજ જોવા મળી રહ્યા છે જેને રીપેર […]

Gujarat
railway મોરબી પાસેના હરીપર ગામ નજીકનો રેલવે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા લોકોને હાલાકી

રાજ્યમાં રોડ રસ્તાનું વિકાસ કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટી ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યમાં અનેક જગ્યાએ ઓવરબ્રિજ, રેલવે બ્રિજ, અંડર બ્રિજ ના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. જયારે રાજ્યમાં ઘણી જગ્યાઓ એવી પણ છે કે જ્યાં જજરીત હાલતમાં બ્રિજ જોવા મળી રહ્યા છે જેને રીપેર કરાવાની ખાસ જરૂર છે. જેમાંથી એક ઉદાહરણના રૂપે મોરબી જિલ્લાના હરિપર ગામ નજીક આવેલા રેલવેબ્રિજ ક્ષતિગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે નંબર 27 ઉપર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવાથી એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને જણાવાયુ છે કે, મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજુનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે. પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (40 ટનથી વધુ) જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર અને રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવી છે.

અન્ય ટ્રાફિક માટે, માલિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ. જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે. જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. સાથોસાથ ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પોલીસ સ્ટેશન તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી-કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની કેન્સ, એમ્બ્યુલન્સ રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.