Gujarat Weather/ ગુજરાતના 62 તાલુકામાં વરસાદ, વેરાવળ પંથકમા 10 ઈચ : જાણો ક્યાં કેટલો વરસ્યો

ક્યાંક કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.  સાથે જ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

Top Stories Gujarat Others
વરસાદ

અરબ સમુદ્રમાં સક્રિય થયેલું “બિપોરજોય’ વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.  સાથે જ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

રાજ્યના 62 તાલુકામાં વરસાદ

કેશોદમાં 7 ઇંચ વરસાદ,માંગરોળમાં 5.7 ઇંચ વરસાદ,તલાળામાં 5.5 ઇંચ વરસાદ,વંથલીમાં 5 ઇંચ વરસાદ, સુત્રાપાડા 8.5 ઇંચ,વેરાવળ 10 ઇંચ, માળિયા હાટીના 7.5 ઇંચ, માણાવદર 4.7 ઇંચ, જુનાગઢ 4.0 ઇંચ, ઉપલેટા 3.0  ઇંચ, વિસાવદર 3.0 ઇંચ, ભાણવડ 3.0 ઇંચ, કુતિયાણા 2.7 ઇંચ, કોડીનાર 2.7 ઇંચ, પોરબંદર 2.5 ઇંચ, જામજોધપુર 2.0 ઇંચ,ઉના 2.0 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડુ ટકરાવની સંભાવના વધી છે. જેની રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 9 જિલ્લાઓમાં વધુ અસર જોવા મળશે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયામાં પણ અસર વર્તાઈ રહી છે અને જિલ્લાના 16 ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ વાવાઝોડાની સ્થિતિમાં એક પણ મૃત્યુ ન થાય એની તકેદારી અઠે રાજ્ય સરકાર વ્યવસ્થા કરી રહી છે.

હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.

ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો:પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત

આ પણ વાંચો:PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

આ પણ વાંચો:બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, તેની અસર જાણીને અન્ય રાજ્યોના લોકો પણ પરેશાન!

આ પણ વાંચો:માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, ગામના160 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:વાસણાની ટાંકી અંગે મ્યુનિ. કડકમાં કડક પગલાં લે