Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યાર બાદ ફરી એકવાર વરસાદ તોફાની રૂપ ધારણ કરી શકે છે.

Top Stories Breaking News

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા Gujarat rain અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યાર બાદ ફરી એકવાર વરસાદ તોફાની રૂપ ધારણ કરી શકે છે. જેમાં 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે.

આગામી દિવસોમાં રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ પહેલા છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ Gujarat rain વચ્ચે તાપમાનમાં મોટો ફેરફારની સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ મધ્યમાં એક સર્ક્યુલેશન બનેલું છે, તેનું એક્સ્ટેન્ડેડ ટર્ફ છે તે ગુજરાત તરફ આવે છે. આ એક્સ્ટેન્ડેડ ટર્ફનો અંત દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમજ આ પછી ટર્ફ કઈ સ્થિતિમાં ગતિ કરે છે તેના આધારે Gujarat rain આગળની આગાહી કરવામાં આવશે.18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બફારો વધતાં અસહ્ય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થયાં છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉકળાટમાં સતત વધારો થયો છે. જેમાં પણ આગામી દિવસોમાં રાહત જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

આ પણ વાંચોઃ PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

આ પણ વાંચોઃ ભાવ વધારો/ ચોમાસાની આફત વચ્ચે હિમાચલ સરકારે લોકોને આપ્યો મોટો આંચકો,વેટમાં વધારો કરતા હવે ડીઝલ 3 મોંઘુ મળશે

આ પણ વાંચોઃ ASIAN GAMES/ એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીતની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ભાગ લેશે

આ પણ વાંચોઃ Indonesia/ વિદેશ મંત્રી એસ જયશંકરે જકાર્તામાં ચીની રાજદ્વારી વાંગ યી સાથે કરી મુલાકાત,સરહદ વિવાદ પર થઈ ચર્ચા