Rain/ સરહદી જીલ્લા કચ્છમાં આગામી બે દિવસ વરસાદની આગાહી

આવતીકાલથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સરહદી ક્ચ્છ જિલ્લામાં પણ વરસાદ પડે તેવી શકયતા છે જેને લઈને સરકારી વિભાગોને એલર્ટ આપી દેવાયું છે. 

Gujarat Others
rain 1 1 સરહદી જીલ્લા કચ્છમાં આગામી બે દિવસ વરસાદની આગાહી

@કૌશિક છાયા કચ્છ

આવતીકાલથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સરહદી ક્ચ્છ જિલ્લામાં પણ વરસાદ પડે તેવી શકયતા છે જેને લઈને સરકારી વિભાગોને એલર્ટ આપી દેવાયું છે.

આ વખતે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે હજી પણ વરસાદ કેડો મુકતો નથી. આવતીકાલે 10 અને 11 તારીખે કચ્છમાં ફરી એકવાર છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જેથી ડિઝાસ્ટર તંત્ર દ્વારા તમામ લોકોને સાવધાન કરવામાં આવ્યા છે જિલ્લામાં ખેડૂતોને ખેતીનો માલ સાચવવા અનુરોધ કરાયો છે ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિએ જણાવ્યું કે,કચ્છમાં વરસાદની શકયતા નહિવત છે હાલની સ્થિતિએ રાપર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…