Not Set/ અમદાવાદમાં વરસાદની રિએન્ટ્રીથી વાતાવરણમાં એકવાર ફરી ઠંડક પ્રસરી

અમદાવાદમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી કરી છે. ગઇ કાલે મોડી રાત્રીએથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પણ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદનાં એકવાર ફરી આગમનથી ઘણા વિસ્તારોમાં પણી ભરાઇ ગયા છે. શહેરનાં ગોતા, એસ.જી.હાઇવે, ઇસ્કોન, જોધપુર સહિત નરોડા, કૃષ્ણનગર વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે શહેરમાં […]

Ahmedabad Gujarat
Ahmedabad raub અમદાવાદમાં વરસાદની રિએન્ટ્રીથી વાતાવરણમાં એકવાર ફરી ઠંડક પ્રસરી

અમદાવાદમાં મેઘરાજાએ એકવાર ફરી એન્ટ્રી કરી છે. ગઇ કાલે મોડી રાત્રીએથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પણ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદનાં એકવાર ફરી આગમનથી ઘણા વિસ્તારોમાં પણી ભરાઇ ગયા છે. શહેરનાં ગોતા, એસ.જી.હાઇવે, ઇસ્કોન, જોધપુર સહિત નરોડા, કૃષ્ણનગર વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે શહેરમાં વરસાદનાં એકવાર ફરી મહેરબાન થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અમદાવાદ શહેરનાં ઘણા વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારનાં સમયે આકાશમાં કાળા વાદળ હોવાના કારણે વાતાવરણમાં અંધારપટ ફેલાઇ ગઇ હતી. જો અન્ય શહેરની વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગીહી કરી છે. જેના કારણે NDRF ની ટીમને તૈયાર રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.