Not Set/ વડોદરામાં વરસાદી વિનાશ : 7 કલાકમાં 20 ઇંચ, 6 લોકોનાં મોત

પાછલા 24 કલાકથી મેઘો ગુજરાતને ધમરોળી રહ્યો છે. અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વડોદરા માટે વિતેલો સમય ખુુબ ભારે રહ્યો હતો. માત્ર 7 કલાકમાં જ 20 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ચારે તરફ ફક્તને ફક્ત પાણી જ જોવામા આવી રહ્યું છે. 50થી વધારે રહેણાંક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ […]

Top Stories Gujarat Vadodara
brd rain વડોદરામાં વરસાદી વિનાશ : 7 કલાકમાં 20 ઇંચ, 6 લોકોનાં મોત

પાછલા 24 કલાકથી મેઘો ગુજરાતને ધમરોળી રહ્યો છે. અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વડોદરા માટે વિતેલો સમય ખુુબ ભારે રહ્યો હતો. માત્ર 7 કલાકમાં જ 20 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ચારે તરફ ફક્તને ફક્ત પાણી જ જોવામા આવી રહ્યું છે. 50થી વધારે રહેણાંક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. દિવાલ ધ્વસ્ત થતા 4 લોકોનાં મોત થયા હતા. તો અન્ય બે લોકોનાં વરસાદને કારણે મોત થયાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, આમ વડોદરાનાં વરસાદી વિનાશમાં કુલ 6 લોકોનાં મોત થયાનું નોંઘાયું છે.

brd rain 1.PNG6 વડોદરામાં વરસાદી વિનાશ : 7 કલાકમાં 20 ઇંચ, 6 લોકોનાં મોત

વરસાદને કારણે અનેક લાંબા અંતરોની ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી છે, તો અનેક ટ્રેનો મોડી ચાલી રહેલી હોવાથી મુસાફરો પણ અટવાઇ પડ્યા છે. વિમાની સેવાઓ પણ ખોરંભે ચડી હતી, અને અનેક ફ્લાઇટો કેન્સલ કરવી પડી હતી. શહેરનાં રસ્તા નદીમાં ફેરવાતા સ્થિનિક યાતાયાત પણ ખોરંભાયું છે. અનેક જગ્યા પર વિજળી ગુલ થઇ છે, તો અસંખ્ય જગ્યા પર ઝાડ ઘરાસાય થયાનું સામે આવી રહ્યું છે.

brd rain 1 વડોદરામાં વરસાદી વિનાશ : 7 કલાકમાં 20 ઇંચ, 6 લોકોનાં મોત

ભરે વરસાદનાં પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા બેંઉચ્ચ અધિકારીને બચાવ અને રાહત કાર્યનાં સીધા મોનીટરીંગ માટે ગાંધીનગરથી કાલે જ રવાના કરી દેવામા આવ્યા હતા. સ્થિનિક બચાવ અને રાહતની ટીમો જનજીવન થાળે પાડવામાં વ્યસ્ત છે, ત્યારે NDRF અને અર્ધ સૈનિક દળોની મદદ પણ લેવામાં આવી રહી છે. શાળા – કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

brd rain 1.PNG3 વડોદરામાં વરસાદી વિનાશ : 7 કલાકમાં 20 ઇંચ, 6 લોકોનાં મોત

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.