Not Set/ વડોદરામાં વરસાદી કહેર, વાહનો જળમગ્ન થતા કરોડોનાં નુકસાનની ભીતી

ગુજરાતનાં વડોદરામાં ભારે વરસાદ પડતા સ્થિતિ બેકાબુ બની છે. સ્થિતિનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે રસ્તા પર હવે મંગર પણ વરસાદી પાણી સાથે શહેરમાં ઘૂસી આવ્યા છે. જળપ્રલયનાં કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. હવામાન વિભાગે હજુ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેના કારણે આગામી દિવસોમાં વડોદરાને કરોડોનું નુકસાન થાય તેવી […]

Gujarat Vadodara
vadodaraaa વડોદરામાં વરસાદી કહેર, વાહનો જળમગ્ન થતા કરોડોનાં નુકસાનની ભીતી

ગુજરાતનાં વડોદરામાં ભારે વરસાદ પડતા સ્થિતિ બેકાબુ બની છે. સ્થિતિનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે રસ્તા પર હવે મંગર પણ વરસાદી પાણી સાથે શહેરમાં ઘૂસી આવ્યા છે. જળપ્રલયનાં કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. હવામાન વિભાગે હજુ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેના કારણે આગામી દિવસોમાં વડોદરાને કરોડોનું નુકસાન થાય તેવી વકી છે. અહી ઘણા વિસ્તારો એવા છે કે જ્યા પાણીનો ભરાવો વધુ થયો છે. જેના કારણે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદનાં કારણે સ્કૂલો અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, ત્યારે સ્થિતિને જોતા આવતી કાલે પણ સ્કૂલો અને કોલેજો બંધ રહેશે.

pjimage 77 વડોદરામાં વરસાદી કહેર, વાહનો જળમગ્ન થતા કરોડોનાં નુકસાનની ભીતી

વડોદરામાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી એકવાર ફરી વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. અહી 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે તંત્ર તેના માટે કેટલુ તૈયાર હતુ તે શહેરમાં જમા રહેલા પાણીને જોતા સ્પષ્ટ થઇ જાય છે. અહી મોટા ભાગનાં વિસ્તારોમાં પાણી એટલુ ભરાઇ ગયુ છે કે વાહનો પણ તેમા પૂરા ડૂબી ગયા છે. એક અંદાજ મુજબ અહી વરસાદનાં પ્રલયનાં કારણે હજારો ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના કારણે મોટુ નુકસાન થયુ હોવાની પણ વકી છે.

વડોદરામાં ભારે વરસાદનાં કારણે આર્મી અને એનડીઆરએફની ટીમ દ્વારા પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વળી અહી પૂરને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. અહી ઘણા લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ છે. આ સ્થળો પર પ્રાથમિક સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

file70z96788oqg51p41kk3 1539430397 1564635177 વડોદરામાં વરસાદી કહેર, વાહનો જળમગ્ન થતા કરોડોનાં નુકસાનની ભીતી

ભારે વરસાદની આગાહીનાં પગલે અને કાલે વડોદરામાં વરસેલી આકાશી આફતને ધ્યાન પર રાખી તંત્ર એલર્ટ મોડ પર જોવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તેનાત કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.