North India-Heavyrain/ ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ

ભારે વરસાદના લીધે સમગ્ર સમગ્ર ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં આકાશી આફત બનીને ઉતરતો હોય તેવી સ્થિતિ છે.

Top Stories India
North India flooded ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ

ભારે વરસાદના લીધે સમગ્ર સમગ્ર North India Flooded ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં આકાશી આફત બનીને ઉતરતો હોય તેવી સ્થિતિ છે.  હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે 3નો એક હિસ્સો પાણીમાં ધોવાઈ ગયો છે. જ્યારે દિલ્હીમાં રેકોર્ડ વરસાદે હાલત બગાડી નાખ્યા છે અને પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. બગડતી સ્થિતિને જોતા North India Flooded કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ પાસેથી ફોન પર જાણકારી લીધી છે. આ સાથે જ દરેક શક્ય મદદનો ભરોસો આપ્યો છે. આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો.

દિલ્હી પર પૂરનું જોખમ
દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં North India Flooded બે દિવસથી પડી રહેલા વરસાદ બાદ યમુના નદીનું જળસ્તર વધવા લાગ્યું છે. દિલ્હીમાં રેકોર્ડ વરસાદે સ્થિતિ બગાડી છે અને દિલ્હીમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. મંગળવારે તે ખતરાના નિશાનથી ઉપર વહી શકે છે. જ્યારે હરિયાણાના હાથિણી બેરેજથી પાણી છોડાયા બાદ દિલ્હી સરકારે પણ પૂરની ચેતવણી આપી છે. હવામાન ખાતાએ દિલ્હીમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. 1982 બાદ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ North India Flooded નોંધાયો છે. દિલ્હીમાં શનિવારે ફક્ત 12 કલાકમાં 126 મિમી અને 24 કલાકમાં 150 મિમીથી વધુ વરસાદ પડ્યો. આઅગાઉ 1982માં 169.9 મિમી વરસાદ પડ્યો હતો. સતત વરસાદના પગલે દિલ્હી, ગુરુગ્રામ, અને ફરીદાબાદમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.

આજે આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી
હવામાન ખાતાએ આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદની North India Flooded આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આંદમાન નિકોબાર ટાપુઓ, મેઘાલય, સિકિક્મ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, કર્ણાટક, કેરળ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે.

 

આ પણ વાંચોઃ Fraud/ પત્નીના પૈસાથી અભ્યાસ કર્યો, અધિકારી બનતા જ બીજા લગ્ન કરી લીધા

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત

આ પણ વાંચોઃ India-Heavyrain/ હિમાચલ પ્રદેશમાં વરસાદ, ભૂસ્ખલનથી 11 લોકોનાં મોત, ઉત્તર ભારત પૂરગ્રસ્ત

આ પણ વાંચોઃ Ambalal Forcecast/ ગુજરાત પર આગામી 36 કલાક ભારેઃ અંબાલાલ

આ પણ વાંચોઃ Delhi/ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના મેકેનિકને કહ્યું કે મારા લગ્ન……જુઓ વીડિયો