Not Set/ આ રાજ્ય કોરોના રસી વિદેશથી આયાત કરશે

કોરોના વાઇરસની બીજીલાહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના રસી એક માત્ર તેનો રામ બાણ ઈલાજ છે. પરંતુ હાલમાં દેશમાં મોટાભાગના રાજ્યો પાસે કોરોના રસીનીભારે તંગી વર્તાઈ રહી છે. 

Top Stories India
mundan 17 આ રાજ્ય કોરોના રસી વિદેશથી આયાત કરશે

કોરોના વાઇરસની બીજીલાહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના રસી એક માત્ર તેનો રામ બાણ ઈલાજ છે. પરંતુ હાલમાં દેશમાં મોટાભાગના રાજ્યો પાસે કોરોના રસીનીભારે તંગી વર્તાઈ રહી છે.

ઉત્તર પ્રદેશ સહિત અન્ય કેટલાક રાજ્યોની તર્જ પર રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ કોરોના રસી આયાત કરશે. આ માટે રાજ્ય સરકારે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર રશિયા અને અમેરિકાથી 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને રસીકરણ માટે રસી આયાત કરશે.

Myths about Covid-19 vaccines you should never believe

બુધવારે જયપુરમાં સીએમ અશોક ગેહલોતની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનોની પરિષદની બેઠકમાં, રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવાની સંમતિ આપવામાં આવી હતી. દરમિયાન, રાજ્યના સત્તાધીશોએ રશિયા અને અમેરિકાથી રસી લેવાની સંભાવનાની શોધખોળ શરૂ કરી છે. જેમાં યુ.એસ. ની ફાઈઝર  અને રશિયાની સ્પુટનિક રસી છે.

News Feature: Avoiding pitfalls in the pursuit of a COVID-19 vaccine | PNAS

હકીકતમાં, રાજસ્થાન સરકારે રાજ્યમાં સતત રસીની અછતને કારણે વૈશ્વિક ટેન્ડર આપવાનું વિચારવું પડ્યું છે. રાજસ્થાનએ સીરમ કંપનીને આશરે ૩ કરોડ 75 લાખ  કોવિશિલ્ડ સપ્લાય કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ દેશભરમાંથી આ રસીની સતત માંગને કારણે સીરમ રાજસ્થાન સરકારને  નામ માત્ર  રસી આપી શકી છે.  રસીની આયાતને કારણે, રાજસ્થાન સરકારને  5% જીએસટી લાગુ પડશે નહી. જયારે સ્વદેશી રસી ઉપર આ ટેક્સ  ભરવો પડશે.

COVID-19 Vaccination - Who Will Get COVID-19 Vaccine First, How To  Register: All You Need To Know

આ મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ એક ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ગેહલોતે લખ્યું છે કે, “દેશમાં કોવિડ રસીના અભાવને કારણે ઘણા રાજ્યો અન્ય દેશોમાંથી રસી મેળવવા વૈશ્વિક ટેન્ડર બહાર પાડી રહ્યા છે. જો કેન્દ્ર સરકારે વૈશ્વિક ટેન્ડર બહાર કાઢ્યું હોત અને આ રસી રાજ્યોમાં વહેંચી હોત અને પછીથી રાજ્ય સરકારો પાસેથી ચુકવણી લેવામાં આવી હોત તો વધુ સારું થાત. જો કે, દેશવાસીઓની માંગ છે કે આ જીવલેણ રોગચાળાની રસી, અન્ય રસીઓની જેમ કેન્દ્ર સરકાર દ્વારા પણ વિના મૂલ્યે પૂરી પાડવી જોઈએ.

અહીં એ જાણવું પણ મહત્વનું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી રાજસ્થાનમાં 18 થી 44 વર્ષનાં લોકોની રસીકરણ અભિયાન ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રસી ડોઝની ઉપલબ્ધતા ન હોવાને કારણે, લોકોને બીજા  ડોઝ માટે પણ રાહ જોવી પડી રહી છે.