IPL 2022/ રાજસ્થાને બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું, હવે ફાઇનલમાં ગુજરાત સામે મુકાબલો

રાજસ્થાન રોયલ્સે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLના બીજા ક્વોલિફાયરમાં જોસ બટલરની (106 અણનમ) સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવી 29 મેના રોજ ફાઇનલમાં પ્રવેશ કર્યો

Top Stories Sports
1 274 રાજસ્થાને બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું, હવે ફાઇનલમાં ગુજરાત સામે મુકાબલો

રાજસ્થાન રોયલ્સે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLના બીજા ક્વોલિફાયરમાં જોસ બટલરની (106 અણનમ) સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે હરાવી 29 મેના રોજ ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 18.1 ઓવરમાં 3 વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જોસ બટલરે આ મેચમાં સિઝનની ચોથી સદી ફટકારી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 7 રન બનાવ્યા હતા. ફાફ 27 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. મેક્સવેલે 13 બોલમાં 24 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 42 બોલમાં 58 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે પ્રખ્યાત કૃષ્ણા અને ઓબેદ મેકકોયે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.