Cricket/ રાજસ્થાન રોયલ્સે ટીમમાં કર્યો મોટો ફેરફાર, વિશ્વનાં નંબર વન બોલરને કર્યો સાઇન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે બુધવારે દક્ષિણ આફ્રિકાનાં તબરેઝ શમ્સીને સાઇન કરવાની જાહેરાત કરી હતી.

Sports
રોયલ્સે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે બુધવારે દક્ષિણ આફ્રિકાનાં તબરેઝ શમ્સીને સાઇન કરવાની જાહેરાત કરી હતી. શમ્સી હાલમાં વિશ્વનો નંબર વન ટી 20 આંતરરાષ્ટ્રીય બોલર છે. 19 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાનારી આઈપીએલની બાકી મેચો માટે તબરેઝ શમ્સી રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હશે. જોહાનિસબર્ગનાં ડાબા હાથનાં લેગ સ્પિનર ​​ફ્રેન્ચાઇઝીનો બીજો રિપ્લેસમેન્ટ ખેલાડી છે. એન્ડ્રુ ટાઈએ કોરોનાને કારણે IPL 2021 નાં ​​પહેલા ભાગમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું અને ટૂર્નામેન્ટને અધવચ્ચે છોડી દીધી હતી. હવે તે બીજા હાફમાં પણ IPL નો ભાગ નહીં બને. બોલિંગની વાત કરીએ તો એન્ડ્રુ ટાય એક મિડિયમ પેસર છે જ્યારે શમ્સી ચાઇનામેન બોલર છે.

1 272 રાજસ્થાન રોયલ્સે ટીમમાં કર્યો મોટો ફેરફાર, વિશ્વનાં નંબર વન બોલરને કર્યો સાઇન

આ પણ વાંચો – IND vs ENG / પતંનો ખુલાસો- મોહમ્મદ સિરાજ પર દર્શકોએ ફેંકી હતી બોલ

આપને જણાવી દઇએ કે, રાજસ્થાન રોયલ્સે બુધવારે દક્ષિણ આફ્રિકાનાં તબરેઝ શમ્સીને સાઇન કરવાની જાહેરાત કરી હતી. 31 વર્ષીય શમ્સી દક્ષિણ આફ્રિકાની સ્થાનિક ક્રિકેટમાં ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કરે છે. વળી એન્ડ્રુ ટાઈએ IPL માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પણ સારા સ્પિનરની શોધમાં હતી. જો કે રાજસ્થાન રોયલ્સ પાસે રાહુલ તેવટિયા, મયંક માર્કંડે, શ્રેયસ ગોપાલ જેવા ભારતીય સ્પિનરો છે પરંતુ તેમાંથી કોઈ પણ પહેલા હાફમાં અસરકારક સાબિત થયું નથી. અગાઉ રાજસ્થાન રોયલ્સે ન્યૂઝીલેન્ડનાં ગ્લેન ફિલિપ્સને તેમની સાથે જોડી દીધા હતા. 31 વર્ષીય શમ્સી આ પહેલા આઈપીએલ રમી ચૂક્યો છે. તે 2016 ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. પછી તેણે ચાર મેચ રમી જેમા તેણે ત્રણ વિકેટ લીધી હતી. તે પછી પણ, શમ્સી RCB સાથે માત્ર રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયેલો હતો.

1 273 રાજસ્થાન રોયલ્સે ટીમમાં કર્યો મોટો ફેરફાર, વિશ્વનાં નંબર વન બોલરને કર્યો સાઇન

આ પણ વાંચો – IND vs ENG / ટીમ ઈન્ડિયાને ટોસ જીતવો મોંંઘો પડ્યો, ટીમ 100 નો આંકડો પાર કર્યા પહેલા ઓલઆઉટ

જણાવી દઇએ કે, રાજસ્થાન રોયલ્સે એ પણ જાણ કરી છે કે એન્ડ્રુ ટાઈ આઈપીએલની બાકીની સિઝનમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ અંગે ટાઈએ કહ્યું, “ખૂબ જ અફસોસ છે કે મારે રાજસ્થાન રોયલ્સ સાથે આઈપીએલ 2021 નાં ​​બાકીની મેચમાંથી નિકળવુ પડી રહ્યુ છે. તે મારા માટે એક લાંબુ વર્ષ રહ્યું છે જેણે મને લાંબા સમયથી ઘરથી દૂર રાખ્યો છે અને આઈપીએલ બાદ ટી 20 વર્લ્ડ કપ પણ છે. તેથી મારા શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને, મારે ઘરે રહેવાનો અને આગામી વર્ષનાં ટી 20 વર્લ્ડ કપ માટે મારે પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવાનો આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. 31 વર્ષીય શમ્સીએ દક્ષિણ આફ્રિકાની સ્થાનિક ક્રિકેટમાં ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઈંગ્લેન્ડ સામેની દ્વિપક્ષીય T20I સીરીઝ દરમિયાન 2017 માં દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. જોકે, તે પહેલા તે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL માં રમી ચૂક્યો છે. 2016 માં સિઝનમાં ભાગ લેનાર રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શમ્સીએ IPL માં 4 મેચ રમી છે, જેમાં 3 વિકેટ લીધી છે.