Not Set/ વેસ્ટ ઇન્ડિઝને 71 રને હરાવી ભારતે સતત સાતમી T-20 સીરિઝ જીતી, T-20 કરિયરની રોહિતની ચોથી સદી

બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રવાસી વિન્ડીઝને 71 રને હરાવીને ત્રણ T-20 મેચની સીરિઝને 2-0થી જીતી લીધી છે. જયારે સુકાની રોહિત શર્માની (અણનમ 111) તેની ચોથી સદીની મદદથી ટીમ ઈન્ડીયાએ પહેલા બેટિંગ કરતા બે વિકેટ ગુમાવીને 195 રનનો સ્કોર કર્યો હતો. રોહિત શર્માએ 61 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને અણનમ 111 રન બનાવ્યા […]

Top Stories Sports
India won the seventh T-20 series by defeating West Indies by 71 runs, Rohit's fourth century of T-20 career

બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રવાસી વિન્ડીઝને 71 રને હરાવીને ત્રણ T-20 મેચની સીરિઝને 2-0થી જીતી લીધી છે. જયારે સુકાની રોહિત શર્માની (અણનમ 111) તેની ચોથી સદીની મદદથી ટીમ ઈન્ડીયાએ પહેલા બેટિંગ કરતા બે વિકેટ ગુમાવીને 195 રનનો સ્કોર કર્યો હતો. રોહિત શર્માએ 61 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને અણનમ 111 રન બનાવ્યા હતા. રોહિત T-20ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી કરનાર બેટ્સમેન બની ગયા છે. આ મેચ પહેલા રોહિત ન્યૂઝીલેન્ડના મુનરો (ત્રણ સદી) સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને હતા. ભારતના 196 રનના લક્ષ્યાંકના જવાબમાં વિન્ડીઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 124 રન કરી શકી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી રોહિત અને ધવને પહેલી વિકેટ માટે 14 ઓવરમાં 123 રનની ભોગીદારી નોંધાવી હતી. વિન્ડીઝ સામે ટી20માં ભારત તરફથી સૌથી મોટી ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. આ પહેલાનો રેકોર્ડ 64 રનનો હતો. કોહલી અને ધવને 2017માં આ ભાગીદારી નોંધાવી હતી. જોકે ત્રીજા સ્થાન પર રમવા આવેલ રિષભ પંત નિષ્ફળ રહ્યો હતો. તેણે 6 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 5 રન જ બનાવી શક્યો હતો અને પિયરની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રોહિત અને લોકેશે ત્રીજી વિકેટ માટે અણનમ 62 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે 14 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા.

ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ સદી કરનાર ખેલાડી

India won the seventh T-20 series by defeating West Indies by 71 runs, Rohit's fourth century of T-20 career
mantavyanews.com

વિન્ડીઝ સામે ભારતે બીજી ટી20 જીતવાની સાથે સીરિઝ પણ 2-0થી કબ્જે કરી લીધી છે. આ જીતનો હિરો રોહિત શર્મા રહ્યો હતો. રોહિતે 111* રનની શાનદાર ઇનીંગ રમી હતી. રોહિતની સદી સાથે ટી20 ફોર્મેટમાં વધુ સદી કરનાર ખેલાડી બની ગયો છે. રોહિતે ટી20માં સૌથી વધુ 4 સદી નોંધાવી છે. તો સચિન તેંડુલકરે ટેસ્ટમાં 51 અને વન-ડેમાં 49 સદી નોંધાવી છે.

રોહિતે આ મામલે કોહલીને પાછળ છોડ્યો

રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન કરવાના મામલામાં અન્ય એક રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે 86 મેચમાં 2203 રન કર્યા છે. આ મેચ પહેલા રેકોર્ડ 2102 રન સાથે વિરાટ કોહલીના નામે હતો. વર્લ્ડ રેકોર્ડ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ (2271)ના નામે છે.

વિકેટમાં કુલદીપ યાદવે રાશિદ ખાનની બરોબરી કરી

કુલદીપ યાદવે આ મેચમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર અફઘાનિસ્તાનના રાશિદ ખાનની બરોબરી કરી. કુલદીપે 28 મેચમાં 72 વિકેટ ઝડપી છે. રાશિદે 29 મેચમાં 72 વિકેટ ઝડપી છે. દ.આફ્રિકાના રબાડા અને ઇંગ્લેન્ડના આદિલ રાશિદ 64-64 વિકેટ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.