Not Set/ સુરતમાં બદરી લેસવાલા પરના હુમલા મામલે આરોપી ઝહુર કુરેશી ઝડપાયો

સુરતઃ ઈસ્માઈલ દરબારની ફિલ્મ ‘તિકડમ’માં ગીત લખનારા વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર સુરતમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના મામલે સુરત પોલીસે આરોપી ઝહુર કુરેશીની ધરપકડ કરી છે. સુરતમાં રહેતા અને વ્હોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા […]

Top Stories Gujarat Surat Trending
Accused of attack on Badari Leswala case Zahur Kureshi Arrested

સુરતઃ ઈસ્માઈલ દરબારની ફિલ્મ ‘તિકડમ’માં ગીત લખનારા વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર સુરતમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના મામલે સુરત પોલીસે આરોપી ઝહુર કુરેશીની ધરપકડ કરી છે.

સુરતમાં રહેતા અને વ્હોરા સમાજના અગ્રણી ઉપરાંત તાજેતરમાં સુપર ડુપર ફ્લોપ થયેલી ઈસ્માઈલ દરબારની ફિલ્મ યે કૈસી તિકડમમાં એક ગીત લખનારા સુરતનાં ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલા પર કુખ્યાત વસીમ બિલ્લા અને ઝહુર કુરેશી સહિતના તેના સાગરિતોએ હુમલો કરતા સનસનાટી વ્યાપી ગઈ હતી.

વ્હોરા સમાજનાં અગ્રણી એવા બદરી લેસવાલા પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. એટલું જ નહિ તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ મામલે બદરી લેસવાલા વસીમ બિલ્લા, ઝહુર કુરેશી અને આરીફ સુરતી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રૂ. પાંચ કરોડની ખંડણી વસૂલવા માટે આરિફ સુરતીનાં ઇશારે માથાભારે વસિમ બિલ્લા આણી મંડળીએ લેસવાલા અને તેમના ડ્રાઇવરોને ચપ્પુનાં ઘા ઝીંકી દીધાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે સુરત શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં વ્હોરા સમાજનાં અગ્રણી એવા બદરી લેસવાલા પર હુમલો થયો હતો. લેસવાલાની બેગમપુરા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી છે. આ જમીનને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને સોમવારે ઝાંપા બજાર વિસ્તારમાં રહેતા બદરી લેસવાલાનાં ઘરમાં ઘુસીને વસીમ બિલ્લા સહિતની ગેંગનાં શખ્સોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. સુરત પોલીસે CCTVનાં આધારે ઝહુર કુરેશીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.