Not Set/ દારૂ પીને ધમાલ કરતા ભાજપના નેતાને સ્થાનિકોએ ધોઈ નાખ્યાં

રાજસ્થાન, રાજસ્થાનમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છ ભાજપના નેતા વાલજી ટાપરિયાને રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમને પોતાની સાથે પાર્ટીની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. મુન્દ્રા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયાનો દારૂના નશામાં ધમાલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજસ્થાનની બાડમેર […]

Top Stories Gujarat Others Videos
mantavya 34 દારૂ પીને ધમાલ કરતા ભાજપના નેતાને સ્થાનિકોએ ધોઈ નાખ્યાં

રાજસ્થાન,

રાજસ્થાનમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છ ભાજપના નેતા વાલજી ટાપરિયાને રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમને પોતાની સાથે પાર્ટીની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. મુન્દ્રા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયાનો દારૂના નશામાં ધમાલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજસ્થાનની બાડમેર હોટલમાં ગતરાત્રે તેમને દારૂપીને ધમાલ કરતા સ્થાનિકોએ તેમને માર માર્યો હતો.