Happy Birthday!/ કુલીથી લઈને બસ કંડક્ટર સુધી કામ કરી ચુક્યા છે રજનીકાંત, આ રીતે બન્યા સાઉથ ઇન્ડસ્ટ્રીના ‘ભગવાન’

દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાનાર સુપરસ્ટાર રજનીકાંત આજે 70 વર્ષના થયા છે.  બેંગલુરુમાં 12 ડિસેમ્બર 1950 ના રોજ જન્મેલા રજનીકાંતે આજે મહેનત કરીને આ પદ પ્રાપ્ત કર્યું છે.

Entertainment
a 184 કુલીથી લઈને બસ કંડક્ટર સુધી કામ કરી ચુક્યા છે રજનીકાંત, આ રીતે બન્યા સાઉથ ઇન્ડસ્ટ્રીના 'ભગવાન'

દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાનાર સુપરસ્ટાર રજનીકાંત આજે 70 વર્ષના થયા છે.  બેંગલુરુમાં 12 ડિસેમ્બર 1950 ના રોજ જન્મેલા રજનીકાંતે આજે મહેનત કરીને આ પદ પ્રાપ્ત કર્યું છે. આજે તેના ચાહકો 70 મી બર્થડે સીડીપી એટલે કે કોમન ડિસ્પ્લે પિક્ચરને ટ્વિટર પર વાયરલ કરી રહ્યા છે. તે તેમના 70 મા જન્મદિવસ માટે તૈયાર કરવામાં આવી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે રજનીકાંત પહેલાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. કંડક્ટરના રૂપમાં કામ કરતા ઘણા યાત્રીકોએ તેમની સ્ટાઇલની પ્રશંસા કરી. એક તો તેમને ફિલ્મોમાં એક્ટર બનવાની સલાહ આપી. પછી શું હતું તેમણે પોતાના એક દોસ્તની મદદથી 1974મા મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. કન્નડ બોલનાર રજનીકાંતે તમિલ બોલવાનું શીખી લીધુ.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

થલૈયવા રજનીકાંત

રજનીકાંતે પહેલીવાર મુન્દરુ મુગમ નામની ફિલ્મમાં ટ્રિપલ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મના અભિનય બદલ તેમને તમિલનાડુ સરકાર દ્વારા શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

a 183 કુલીથી લઈને બસ કંડક્ટર સુધી કામ કરી ચુક્યા છે રજનીકાંત, આ રીતે બન્યા સાઉથ ઇન્ડસ્ટ્રીના 'ભગવાન'

અંધા કાયદાની ફિલ્મ રજનીકાંતની પહેલી હિન્દી ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન, હેમા માલિની અને રીના રોય પણ આ ફિલ્મનો ભાગ હતા.તમને જાણીને આશ્ચર્ય થશે કે રજનીકાંતે માત્ર તામિલ અને હિન્દીમાં જ નહીં પરંતુ મલયાલમ, કન્નડ, તેલુગુ તેમજ બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રજનીકાંત ભાગ્યા દેબતા નામની બંગાળી ફિલ્મમાં જોવા મળ્યો હતો. રજનીકાંતને વર્ષ 2000 માં પદ્મ ભૂષણ અને 2016 માં પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

રજનીકાંત તમીલ શીખ્યા

આ તમિલ તેમને એટલું કામ આવ્યું કે, પ્રથમ બ્રેક તમિલ ફિલ્મમાં મળ્યો. અહીંથી નક્કી થયું કે તે સુપરસ્ટાર બનશે. રજનીકાંત 1975મા આવેલી ફિલ્મ અપૂર્વા રાગંગલમાં એક સપોર્ટિંગ રોલમાં હતા. આ ફિલ્મના ડાયરેક્ટર હતા કે. બાલાચંદ્ર, જેને રજનીકાંત પોતાના ગુરૂ કહે છે.

તેમનું સપનું ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરવાનું હતું રજનીકાંતે તેમની અભિનય કારકીર્દિની શરૂઆત કન્નડ નાટકોથી કરી હતી. મહાભારતના દુર્યોધન તરીકેની તેમની કામગીરીની ખૂબ પ્રશંસા કરવામાં આવી. રજનીકાંતે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા તમિલ ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ અપુર્વા રાગનાગલ હતી. આ ફિલ્મમાં કમલ હાસન પણ જોવા મળ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

Happy birthday:ક્યારેક કુલી તો ક્યારેક બસ કન્ડક્ટર રહી ચુક્યો છે રજનીકાંત

મહત્વનું છે કે, 1978માં પહેલીવાર ફિલ્મ ભૈરવીમાં રજનીકાંત લીડ રોલમાં દેખાયા, અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. બાદમાં તો થલૈવાની ગાડી દોડવા લાગી. 1983માં ફિલ્મ અંધા કાનૂનથી રજનીકાંતે બોલીવુડમાં એન્ટ્રી પણ કરી લીધી. હાલ ભારત સહિત રજનીકાંતના ચાહકો, ચીન અને જાપાનમાં પણ છે. રજનીકાંત પણ પોતાના ફેન્સની ભાવનાઓ, લાગણીઓની કદર કરે છે. લગભગ 27 વર્ષ પહેલા જ્યારે ચેન્નાઈમાં રજનીકાંતનો જન્મ દિવસ ઉજવીને તેમના ફેન્સ પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક એક્સિડન્ટમાં તેમના ત્રણ ફેન્સનું મોત થયું હતું. ત્યારથી રજનીકાંત પોતાનો જન્મદિવસ ચેન્નાઈમાં નથી ઉજવતા. તેઓ પોતાની ફિલ્મ રિલીઝ થયા બાદ થોડો સમય હિમાલયમાં વીતાવે છે. હિમાલયમાં રજનીકાંતે મેડિટેશન સેન્ટર બનાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…