રાજકોટ/ જેતપુરના ઘઉંના ખેતરમાં લાગી આચાનક આગ, પાક બચાવવા ગયેલા ખેડૂતનું મોત

રાજકોટના જેતપુરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં જેતપુરમાં આવેલા એક ઘઉંના ખેતરમાં આચાનક આગ ફાટી નીકળી હતી અને આ આગમાં પોતાના પાકને બચાવવા જતા એક ખેડૂતનું કરુણ મોત થયું છે.

Rajkot Gujarat
A 294 જેતપુરના ઘઉંના ખેતરમાં લાગી આચાનક આગ, પાક બચાવવા ગયેલા ખેડૂતનું મોત

રાજકોટના જેતપુરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં જેતપુરમાં આવેલા એક ઘઉંના ખેતરમાં આચાનક આગ ફાટી નીકળી હતી અને આ આગમાં પોતાના પાકને બચાવવા જતા એક ખેડૂતનું કરુણ મોત થયું છે.

આ ઘટના અંગે મળી રહેલી માહિતી મુજબ, રાજકોટ જીલ્લાના જેતપુરમાં આવેલા દેવકીગલોલ ગામના એક ઘઉંના ખેતરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ પાકને બચાવવા જતા ખેડૂતનું આગમાં સગડી જતા મોત થયું હતું. આ આગમાં મોહનભાઇ સતાસીયા નામના ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :મુસાફરો માટે માસ્ક અને કોરોના ટેસ્ટ ફરજીયાત, STના ડ્રાઈવર અને કંડકટર માટે કોઈ નિયમ નહીં

જોકે, દેવકીગલોલ ગામના ખેતરમાં કયા કારણોસર લાગી તેનું કારણ હજી પણ અકબંધ છે. બીજી તરફ જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટ મનપાએ લાંબા સમયથી ભાડુ નહી ભરતા ૪૧ દુકાનધારકોને દુકાન ખાલી કરવા પાઠવી નોટીસ