મોટા સમાચાર/ રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

રાજકોટ એઇમ્સના ડાયરેકટર ડો.વલ્લભ કથીરીયાનું શુક્રવારે અચાનક રાજીનામું આપી દીધું છે. આપને જણાવી દઈએ કે સાત દિવસ પહેલા જ બન્યા તેઓએ ડાયરેકટર પદ સાંભળ્યું હતું

Top Stories Gujarat Rajkot Breaking News
Untitled 12 2 રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

રાજકોટ એઇમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર વલ્લભ કથીરીયાનું અચાનક રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.ત્યારે આ બાબતે રાજકીય ગલીયારામાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.હજુ 7 દિવસ પહેલા જ ડોક્ટર કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરિયાનું રાજીનામું મંજુર પણ કર્યું છે.જો કે હવે રાજકોટ એઇમ્સને ટૂંક જ સમયમાં નવા પ્રેસિડેન્ટ મળી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરીયાનું રાજીનામું મંજુર કર્યું છે. રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે. તમને જણાવી દઈએ કે, ડો.કથીરીયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

Untitled 12 રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

રાજકોટના પૂર્વ સાંસદ ડો. કથીરીયાને અગાઉ ગુજરાત ગૌસેવા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેઓ કેન્દ્ર સરકારમાં કામધેનુ આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે ડો. કથિરિયાની એઈમ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ત્યારે તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. પરંતુ અચાનક તેમનું રાજીનામું પડતાં હવે એઈમ્સના નવા પ્રેસિડેન્ટ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા