Not Set/ અપહરણ બાદ હત્યાનો મામલો, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકાળવામાં આવી સ્મશાન યાત્રા

રાજકોટ રાજકોટના ધોરાજીના ભાડેર ગામમાં થોડા દિવસ અગાઉ જીવનભાઈ છગનભાઈ સાંગાણીની અપહરણ બાદ હત્યાના મામલામાં આરોપી ન ઝડપાતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. મૃતકના પરિવાર દ્વારા નવ દિવસ સુધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નહોતો. જેમાં નવ દિવસ બાદ મૃતકની લાશ સ્વીકારવામાં આવી હતી અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સ્મશાન યાત્રા નીકાળવામાં આવી હતી. સ્મશાન […]

Rajkot Trending
rajkot અપહરણ બાદ હત્યાનો મામલો, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકાળવામાં આવી સ્મશાન યાત્રા

રાજકોટ

રાજકોટના ધોરાજીના ભાડેર ગામમાં થોડા દિવસ અગાઉ જીવનભાઈ છગનભાઈ સાંગાણીની અપહરણ બાદ હત્યાના મામલામાં આરોપી ન ઝડપાતા પટેલ સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે.

મૃતકના પરિવાર દ્વારા નવ દિવસ સુધી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નહોતો. જેમાં નવ દિવસ બાદ મૃતકની લાશ સ્વીકારવામાં આવી હતી અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સ્મશાન યાત્રા નીકાળવામાં આવી હતી.

સ્મશાન યાત્રામાં રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે આરોપી થોડા દિવસ અગાઉ પેરોલ પર છૂટયો હતો અને ત્યાર તે હત્યા કરી ફરાર થયો છે.