Jetpur News/ રાજકોટ અગ્નિકાંડ: જેતપુરમાં ગેમઝોનના સંચાલક સામે ફરિયાદ

રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 28 જણ હોમાયાના પગલે રાજ્યભરમાં ગેમિંગ ઝોનના સંચાલકો પર તવાઈ આવવા માંડી છે. નિયમોનું પાલન કર્યા વગર ગેમ ઝોન ચલાવનારા સંચાલકો સામે ફરિયાદ થવા માંડી છે. આ જ અન્વયે જેતપુર ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ થઈ છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 31T145137.273 રાજકોટ અગ્નિકાંડ: જેતપુરમાં ગેમઝોનના સંચાલક સામે ફરિયાદ

Jetpur News: રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં (Rajkot Gaming Zone Fire Tragedy) 28 જણ હોમાયાના પગલે રાજ્યભરમાં ગેમિંગ ઝોનના સંચાલકો પર તવાઈ આવવા માંડી છે. નિયમોનું પાલન કર્યા વગર ગેમ ઝોન ચલાવનારા સંચાલકો સામે ફરિયાદ થવા માંડી છે. આ જ અન્વયે જેતપુર ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ થઈ છે. પ્લે અગેન ફન ઝોનના સંચાલક સામે ફરિયાદ થઈ છે.

આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક જ રસ્તો હોવાનું ચેકિંગમાં સામે આવ્યું. ગેમ ઝોનના સંચાલક કેવિન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મામલતદાર કચેરીના અધિકારે ફરિયાદ નોંધાવી હતી. ગેમઝોન લાઇસન્સ વગર ચાલતું હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. ગેમિંગ ઝોનના ચેકિંગ વખતે એનઓસી પણ ન હોવાનું જાણમાં આવ્યું હતું. આમ લ ઇસન્સ વગર અને એનઓસી વગર ગેમ ઝોન ચલાવનારાઓ સામે હવે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાંચે ચાર અધિકારીની ધરપકડ કરી છે.ધરપકડ કરાયેલા અધિકારીઓમાં ATPO મુકેશ મકવાણા, TPO સાગઠીયા, ગૌતમ જોષી અને ફાયર સ્ટેશન ઓફીસર રોહીત વીગોરાનો સમાવેશ થાય છે.રાજકોટના 27 જણાનો ભોગ લેનારા આ ગેમ ઝોન અગ્નિકાંડમાં વિવિધ એજન્સીઓ સફાળી જાગી હોય તેમ સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે. રાજકોટમાં એસીબીના અધિકારીઓએ કુલ પાંચ ઠેકાણે દરોડા પાડ્યા હતા.

જેમાં TPO સાગઠિયા તથા ફાયર અધિકારી ઠેબાને ત્યાં એસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ રાત સુધીમાં અનેક સ્થળોએ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.રાજકોટનાં ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 27 જણાના સળગી જવાની કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડ,મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે સફાળા જાગ્યા હોય તેમ તપાસમાં જોતરાઈ ગયા છે.

હવે એસીબી પણ આ તપાસમાં જોડાઈ છે.આ ગોઝારા અગ્નિકાંડને પગલે રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી પણ કરી નાંખવામાં આવી હતીહવે જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ ધરપકડનો આંક વધતો જશે એમ જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું