Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો ધમધમાટ

રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ થવા લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 07T151026.379 રાજકોટ અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો ધમધમાટ

Rajkot News: રાજકોટ અગ્નિકાંડમાં (Rajkot Fire Tragedy) તપાસનો ધમધમાટ થવા લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે. સાઉન્ડ અને પ્રોજેક્ટ ફીટ કરનારની પૂછપરછ કરવામાં આવી છે. કેબલો કેવી રીતે ફીટ કર્યા તેની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ માટે વધુ બે વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે.

રાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના (TRP Game Zone) કન્સલ્ટન્ટે SIT સમક્ષ માહિતી આપી કે ફાયર NOC ની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેફ્ટીના સાધનો લીધા નહોતા. તો હવે આગકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના છ કોર્પોરિટર અને નેતાઓ પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખુલવાની સંભાવના દેખાઈ રહી છે.

ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર સુધી તપાસનો રેલો પહોંચશે. પૂર્વ મેયર પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલની પછપરછ કરવામાં આવશે. રાજકોટ આગકાંડની તપાસ કરતી SITની ટીમ તપાસનો રિપોર્ટ સોંપવા માટે વધુ સમયની માંગ કરી છે. 10 દિવસ થયાં છતાં હજુ રિપોર્ટ તૈયાર ન હોવાને કારણે વધારાનો સમય માંગ્યો છે. હજુ પણ આ આગકાંડમાં કેટલાક લોકોના નિવેદનો લેવાઈ રહી છે અને અગ્નિકાંડ મામલાની તપાસ ચાલુ છે.

રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં લોકોના મોત થવા મામલે SITને તપાસ સોંપવામાં આવી છે. તેમજ સરકાર પોતે જ ફરિયાદ બનતા હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું રજૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ