Rajkot Gaming Zone Tragedy/ રાજકોટની આગે મહેસાણાનો સ્નો પાર્ક બંધ કરાવ્યો, ફન બ્લાસ્ટને વાગશે તાળાં

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઝાળ છેક મહેસાણાના સ્નો પાર્ક સુધી ઉડી છે, મહેસાણાના સ્નો પાર્ક પાસે કોઈપણ પ્રકારના લાઇસન્સ કે મંજૂરી ન હતી. ઊઝા હાઈવે પર આવેલા સ્નો પાર્ક પાસે કોઈ પરવાનો જ ન હતો. પ્રાંત અધિકારીની તપાસમાં આ ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.

Gujarat Rajkot Others Breaking News
Beginners guide to 2024 05 28T163857.625 રાજકોટની આગે મહેસાણાનો સ્નો પાર્ક બંધ કરાવ્યો, ફન બ્લાસ્ટને વાગશે તાળાં

મહેસાણાઃ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઝાળ છેક મહેસાણાના સ્નો પાર્ક સુધી ઉડી છે, મહેસાણાના સ્નો પાર્ક પાસે કોઈપણ પ્રકારના લાઇસન્સ કે મંજૂરી ન હતી. ઊઝા હાઈવે પર આવેલા સ્નો પાર્ક પાસે કોઈ પરવાનો જ ન હતો. પ્રાંત અધિકારીની તપાસમાં આ ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. ફાયર એનઓસી કે અન્ય કોઈપણ જરૂરી મંજૂરી ન હતી. આમ આ સ્નો પાર્ક પરવાનગી વગર જ ચાલતો હતો. તેથી સ્નો પાર્કને બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ જ રીતે મહેસાણા ફન બ્લાસ્ટનો પરવાનો રદ કરવામાં આવ્યો હતો. આ ફન બ્લાસ્ટ નિયમ વિરુદ્ધ ચાલતો હતો. તેનો પરવાનો રદ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. બાંધકામ અને સ્ટ્રકચર રિપોર્ટ પણ તેણે રજૂ કરવો પડશે. ફન બ્લાસ્ટ નિયમ વિરુદ્ધ ચાલતું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.

ફન બ્લાસ્ટના સંચાલકોએ મંજૂર કરેલા લેઆઉટની વિરુદ્ધ જઈ બાંધકામ કર્યુ છે અને લાઇસન્સ મેળવ્યુ છે. તેથી તેમણે અલગ નક્શો મંજૂર કરાવ્યો અને સ્થળ પર અલગ જ બાંધકામ કર્યુ હોવાની વિગત સામે આવી છે. તેથી લોકોના જીવન સામે ભય ઊભો કરનારા ફન બ્લાસ્ટને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તેનો પરવાનો રદ કરશે.

આમ રાજકોટની આગે દરેક મ્યુનિસિપાલિટીમાં આગ ભરી દીધી લાગે છે. દરેક મ્યુનિસિપાલિટીના અધિકારીઓ હાલમાં જે સજાગતા દાખવી રહ્યા છે તે કાયમ દાખવી રાખે તે જરૂરી છે, તો જ આ પ્રકારના નિયમ ભંગને અંકુશમાં રાખી શકાશે અને નિયમોને યોગ્ય અમલ કર્યા વગર કોઈ આ પ્રકારની એક્ટિવિટી શરૂ નહીં કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

આ પણ વાંચો:  ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ