અભિનંદન/ ‘‘એવોર્ડ ઓફ એકસલન્સ’’ મેળવનાર રાજકોટ દેશનો સૌપ્રથમ જિલ્લો

રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુએ દિલ્લી ખાતે ‘ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાનીંગ’ માટેનો ‘‘એવોર્ડ ઓફ એકસલન્સ’’ સ્વીકાર્યો હતો. દેશભરના ૭૦૦ પ્લાનમાંથી રાજકોટ જિલ્લાનો પ્લાન રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાને પસંદગી પામ્યો છે.

Top Stories Gujarat Rajkot
રાજકોટ

સમગ્ર દેશમાંથી ‘‘ એવોર્ડ ઓફ એકસલન્સ’’ મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી થતાં આ એવોર્ડ આજરોજ જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુને દિલ્લી  ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ એવોર્ડ માટે દેશભરના જિલ્લઓમાં કાર્યરત પ્લાનીંગ પ્રોજેકટસનું મુલ્યાંકન નિતિ આયોગ, આઇ.આઇ.ટી. દિલ્હી અને આઇ.આઇ.ટી. ખડગપુરના નિષ્ણાંતો દ્વારા કરાયુ હતું. આ પ્રકારના પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાની  વિધવા અને ગંગાસ્વરૂપા બહેનો, એઇડસ પિડિત દર્દીઓ, એલ.જી.બી.ટી. સમુદાય, આઇ.ટી.આઇ.ની લેબોરેટરીમાં ટ્રેઇનીંગ ઓફ ટ્રેઇનર્સ સહિતની બાબતો અંગે થયેલી કાર્યવાહીની વિશેષ નોંધ લેવામાં આવી હતી અને રાજકોટ જિલ્લની આ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપ (MSDE) દ્વારા ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાનીંગ માટે એવોર્ડ ઓફ એકસલન્સ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશભરમાંથી આશરે ૭૦૦ ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન સબમિટ કર્યા હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો ‘ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન’ એવોર્ડ ઓફ એકસેલન્સ માટે પસંદગી પામ્યો હતો. જેનાં ભાગરૂપે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને તા. ૯ જુન, ૨૦૨૨નાં રોજ દિલ્લી ખાતે MSDE  દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લાનો પ્લાન સમગ્ર દેશના વિવિધ જિલ્લાઓ પૈકી પ્રથમ સ્થાને રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યો છે.

દિલ્હી ખાતેથી મહાનુભાવોના હસ્તે એવોર્ડ ઓફ એકસલન્સ સ્વીકાર્યા બાદ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટ જિલ્લાના પ્લાનીંગની પ્રથમ સ્થાને  પસંદગી કરાતાં સમગ્ર રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર તથા સમગ્ર ટીમને બહુમાન પ્રાપ્ત થયું છે.

આ એવોર્ડ માટેનો સમગ્ર પ્લાન મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ અને રાજકોટ જિલ્લાના ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર, નોડલ આચાર્ય , ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં આચાર્ય નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાનાં પૂર્વ કલેકટર રેમ્યા મોહન અને હાલનાં કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હવે આ દવાઓ લેવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી : જાણીલો કઈ દવાઓ છે