Crime/ રાજકોટ જેલ તંત્ર ફરીથી સવાલોના ઘેરામાં, આરોપીઓએ લોકઅપમાંથી વીડિયો બનાવી કર્યો સોશિયલ મીડિયામાં વાઈરલ

રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોબાઇલ, તમાકુ, ફાકી, સીમકાર્ડ કે ચાર્જર મળી આવે છે. આથી જેલમાં જ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોવાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે. ત્યારે આજે આરોપીઓએ

Gujarat Rajkot Trending
aaropi video રાજકોટ જેલ તંત્ર ફરીથી સવાલોના ઘેરામાં, આરોપીઓએ લોકઅપમાંથી વીડિયો બનાવી કર્યો સોશિયલ મીડિયામાં વાઈરલ

રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોબાઇલ, તમાકુ, ફાકી, સીમકાર્ડ કે ચાર્જર મળી આવે છે. આથી જેલમાં જ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોવાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે. ત્યારે આજે આરોપીઓએ લોકઅપમાં જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા ખાખીનો ખૌફ ઓસરી ગયાની ચર્ચા થઇ રહી છે.રાજકોટ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યાં છે.

Political / ઉત્તરાખંડને મળ્યા વધુ એક CM, તીરથ સિંહ રાવતે કર્યા રાજ્યપાલ પાસે શપથગ્રહણ

આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેરાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધાક ધમકીના ગુનામાં તુષાર દવે અને જયેશ ડાંગરની ધરપકડ કરી હતી. આ બંને આરોપી લોકઅપમાં હતા એ સમયનો મોબાઇલમાં વીડિયો ઉતારી હાલમાં આરોપીઓએ લોકઅપનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી પોલીસને પડકાર ફેંક્યો છે. જો કે આ લોકઅપના વીડિયો વાઇરલ મામલે પોલીસે હજુ સુધી કોઇ પણ સામે ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીઓ પોતાની મોજમાં જાણે કાયદાનો ડર જ ન હોય તેમ બે રોકટોક ફરી રહ્યાં છે.

પચિંગ બોય / Zomato ઓર્ડર કેન્સલ કરવા પર ગુસ્સે ભરાયો ડિલિવરી બોય, મહિલાનું નાક તોડ્યું

આ ઉપરાંત થોડા દિવસ પહેલા રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા શ્રદ્ધાપાર્કમાં રહેતા કિશન મકવાણા નામના યુવાનના ઘરે ધસી જઇ આરોપી જયેશ ડાંગર, તુષાર દવે, કિશન ડવ અને ધર્મેશે માર મારી ધાક ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે આરોપીને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીઓને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ લુખ્ખાગીરી શહેરમાં કરી રહ્યાં છે. એટલું જ નહીં આરોપી તુષાર દવેએ ફરિયાદીને ઘરે જઇ ધમકી આપતા કહ્યું હતું કે અગાઉ એક વખત મારા ઉપર IPC કલમ 307 ફરિયાદ થઇ ચૂકી છે. બીજી વાર થશે તો કંઈ જ ફરક નહીં પડે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…