Not Set/ રાજકોટ લોધીકા રાવકી નદીમાં તણાઈ કાર, 1નું મોત, 2 મહિલાનું કરાયું રેસ્ક્યૂ

રાજકોટમાં જિલ્લામાં આવેલા લોધીકા તાલુકાની રાવકી ગામની નદીમાં કાર તણાઈ જવાની ઘટના બની છે. કાર તણાતા કાર ચાલકનું મોત થયું છે.

Rajkot Gujarat
A 199 રાજકોટ લોધીકા રાવકી નદીમાં તણાઈ કાર, 1નું મોત, 2 મહિલાનું કરાયું રેસ્ક્યૂ
  • રાજકોટ લોધીકાના રાવકી નદીમાં તણાઈ કાર
  • કાર ચાલકનું મોત, બે મહિલાઓને બચાવાઈ
  • ભારે વરસાદને પગલે બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા
  • બ્રિજ પરથી નદીમાં પાણી વધતાં કાર ચાલક તણાયો
  • સ્થાનિકો અને રોડ કોન્ટ્રાક્ટરો કરી બચાવ કામગીરી

રાજકોટમાં જિલ્લામાં આવેલા લોધીકા તાલુકાની રાવકી ગામની નદીમાં કાર તણાઈ જવાની ઘટના બની છે. કાર તણાતા કાર ચાલકનું મોત થયું છે. જો કે કારમાં સવાર અન્ય બે મહિલાને બચાવી લેવામાં આવી છે.ગામના સરપંચ અને ગ્રામના લોકોએ કારમાં સવાર 2 મહિલાનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવી છે. મહિલાઓને બેભાન હાલતમાંથી તેમને કારમાંથી બહાર કાઢવામાં આવી છે.

આ પણ વાંચો :ગોધરા શહેરના લુણાવાડા સ્ટેટ હાઈવે ઉપર ચાલતી ભૂગર્ભ ગટર યોજનાના પોલખોલ જેવી કામગીરીઓથી વાહન ચાલકો લાચાર

મળતી માહિતી અનુસાર, મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળી હતી. આ કારમાં સવાર બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. જે બાદમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

રાવકી ગામ પાસે કાર જ્યારે પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે નદીમાં ખાબકી હતી. જે બાદમાં કારમાં સવાર બે મહિલાને સ્થાનિક ગામ લોકો અને આસપાસ કામ કરતા મજૂરોએ બહાર કાઢી હતી. જોકે, કારમાં સવાર એક પુરુષનું મોત થયું હતું.

આ પણ વાંચો :મોરબીવાસીઓ માટે મંગળવાર ફળ્યો, એકેય કોરોના કેસ ન આવતા લોકોએ હાશકારો લીધો

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મેટોડા જી‌આઇડીસીમાં વરસાદના કારણે રોડ ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા.