Not Set/ રાજકોટ/ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ભયાનક ત્રાસ, મજૂરો, ખેડૂતો તેમજ વેપારીઓને ભારે હાલાકી

મચ્છરોના ત્રાસથી સાંજે 6 વાગ્યાથી લાગે છે કરફ્યુ બેડી ગામ અને આસપાસના વિસ્તારમાં લોકોને મુશ્કેલી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે.  ત્રાસને પગલે મજૂરો,  ખેડૂતો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  મચ્છરને પગલે સાંજે 6 વાગ્યાથી  માર્કેટિંગ યાર્ડમાં કરફ્યુ જેવો માહોલ લાગે છે.  આ સિવાય બેડી ગામ અને આસપાસના […]

Gujarat Rajkot
lrd 1 રાજકોટ/ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ભયાનક ત્રાસ, મજૂરો, ખેડૂતો તેમજ વેપારીઓને ભારે હાલાકી
  • મચ્છરોના ત્રાસથી સાંજે 6 વાગ્યાથી લાગે છે કરફ્યુ
  • બેડી ગામ અને આસપાસના વિસ્તારમાં લોકોને મુશ્કેલી

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે.  ત્રાસને પગલે મજૂરો,  ખેડૂતો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  મચ્છરને પગલે સાંજે 6 વાગ્યાથી  માર્કેટિંગ યાર્ડમાં કરફ્યુ જેવો માહોલ લાગે છે.  આ સિવાય બેડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ મચ્છરોને કારણે લોકો હેરાન-પરેશાન થવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, આજી-2 નદીમાં રાજકોટ શહેરના ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે જ જંગલી વેલના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખેતરમાં ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા, તો યાર્ડમાં મજૂરો અને વેપારીઓ કામ ધંધો નથી કરી શકતા. આ સ્થિતિમાં સ્થાનિકોએ તંત્રને ફરિયાદ પણ કરી હતી. જોકે મચ્છરોથી મુક્તિ ન મળી અને આજે પણ વેપારી હોય કે મજૂર તમામે મચ્છરનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માગ છે કે તેમને વહેલીતકે આ મુશ્કેલીમાંથી ઉગારવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.