Fire/ રાજકોટ આગની દુર્ઘટનાનો દોષનો ટોપલો મેયરે કુદરત પર ઢોળ્યો, જાણો શું કહ્યું ?

રાજકોટના મેયર બિના બેન આચાર્યએ આગ દુર્ઘટનાને કુદરતી ગણાવી છે. આ સિવાય 5 દર્દીઓના મોતની ઘટનાને પણ કુદરતી ગણાવી છે.

Gujarat Rajkot
a 217 રાજકોટ આગની દુર્ઘટનાનો દોષનો ટોપલો મેયરે કુદરત પર ઢોળ્યો, જાણો શું કહ્યું ?

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં 5 દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે એકની હાલત ખુબ જ ગંભીર છે. ત્યારે આવામાં રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના મેયર બિના બેન આચાર્યએ આગ દુર્ઘટનાને કુદરતી ગણાવી છે. આ સિવાય 5 દર્દીઓના મોતની ઘટનાને પણ કુદરતી ગણાવી છે.

મેયર બીનાબેન આચાર્યનું કહેવું છે કે, મોટી જાનહાની ટળી ગઈ છે. ફાયર સેફ્ટીના તમામ સાધનો હતા જેથી અન્ય લોકોને બચાવી શકાયા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું 5 લોકોના મોત થયેલા તેમાં જીવતી ભૂંજાયેલી લાશો મેયરને નહીં દેખાતી હોય ? મેયર મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવામાંથી પણ ગયા હતા.

આપને જણાવી દઈએ કે, રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ ઘટના માટે કોણ જવાબદાર? કોની બેદરકારી જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સાથે મૃતકોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…