Not Set/ રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની રાજસ્થાનથી કરાઇ ધરપકડ

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. સોનુ ડાંગરની ધરપકડ રાજસ્થાનમાંથી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી ક્રાઇમ બ્રાંચે  સોનુ ડાંગરને રાજસ્થાનથી ઉઠાવી લીધી છે. સોનુ ડાંગર દ્વારા અમરેલી પોલીસનાં SPને જ સીધી વીડિયો દ્વારા ધમકી આપવામાં આવી હતી. પોલીસને ઘમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા […]

Top Stories Gujarat Others
sonu arrest રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની રાજસ્થાનથી કરાઇ ધરપકડ

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર ઝડપાઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. સોનુ ડાંગરની ધરપકડ રાજસ્થાનમાંથી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી ક્રાઇમ બ્રાંચે  સોનુ ડાંગરને રાજસ્થાનથી ઉઠાવી લીધી છે. સોનુ ડાંગર દ્વારા અમરેલી પોલીસનાં SPને જ સીધી વીડિયો દ્વારા ધમકી આપવામાં આવી હતી. પોલીસને ઘમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી સોનુ ગાયબ હતી, ત્યારે અમરેલી ક્રાઇમ બ્રાન્ચે સોનુ ડાંગરને રાજસ્થાનમાં લોકેટ કરી ઘરપકડ કરી છે.

આમતો સોનુ ડાંગર સામે પોલીસ ચોપડે અનેક ફરિયાદો બોલી રહી છે. અપહરણ, હાફ મર્ડર અને ધાકધમકી જેવા અનેક ગુના સોનુનાં નામે પહેલા જ નોંધાયેલા છે, ત્યારે હાલમાં જ સોનુ તેના સાગરીતો સાથે અમદાવાદની હોટલમાં પાર્ટી કરતા દારુ સાથે ઝડપાઇ આવી હતી. પોલીસે પણ ત્યારે સોનુ અમદાવાદમાં શું કરી રહી છે અને કેમ આવી છેની તપાસ કરવાની વાત કરી હતી.

વિવાદાસ્પદ અને કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર ફરી વિવાદોનાં વમળમાં ત્યારે ફસાઇ જ્યારે રાજકોટની કુખ્યાત લેડી ડોનનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો. હવે લોકોને એમ થાય કે, સોનુ ડાંગરનો ઘમકી આપતો વીડિયો વાઇરલ થાય તેમા નવાઇ શી વાતની, પહેલા પણ અનેક વાર સોનુ અનેક લોકોને ઘમકાવી ચૂકી છે. પરંતુ આ વખતે સોનુએ હદ કરી નાખી હતીઅને ધમકી સુપ્રીટેન્ડન્ટ ઓફ પુલીસને જ આપી કાઢી હોય તેવો વીડિયો જોવામાં આવી રહ્યો હતો.

જી હા, કુખ્યાત સોનુ ડાંગરનો વીડિયો વાઇરલ થયો હતો, તે વીડિયોમાં સોનુએ અમરેલી SPને ખુલ્લી ધમકી આપી હોવાનુ સામે આવી રહ્યું હતું. અમરેલી SP એવા મહિલા પો.અધિકારી ડોડીયાને જોઇ લેવાની ધમકી સોનુ દ્વારા અપાતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. બેફામ ઉચ્ચારણો સાથે સોનુ ડાંગર વીડિયોમાં બેફામ જોવામાં આવી રહી હતી.

સોનુ દ્વારા આ ધમકી શુ કામે આપવામાં આવી તે વાત પણ વીડિયોનાં માધ્યમથી સામે આવી છે. અને ધમકી આપવા પાછળનું કારણ મુન્નો છે.  મુન્નાને શા માટે હાથ અડાડયો તે મુદ્દે બબાલ કરી હોવાનું સામે આવી રહ્યું હતું. સાથે જ અમરેલી પોલીસ પર બેફામ આક્ષેપો કર્યા હતા. ગંદી ગાળો બોલતી નજરે પડી સોનુ ડાંગર. સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો હતો, સોનુ ડાંગરનો આ વાઇરલ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.