Covid-19/ SBI બેકમાં કોરોના વિસ્ફોટ, એક સાથે અધધધ કર્મચારી સંક્રમિત

SBI બેકમાં કોરોના વિસ્ફોટ, એક સાથે અધધધ કર્મચારી એક સાથે સંક્રમિત

Gujarat Rajkot
raman patel 22 SBI બેકમાં કોરોના વિસ્ફોટ, એક સાથે અધધધ કર્મચારી સંક્રમિત

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના નહીવત કેસ જ વધ્યા છે. દૈનિક કેસમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીના હોમ ટાઉન એવા રાજકોટ ખાતે ચિંતા ઉપજાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટ ખાતે SBI ની એક બ્રાન્ચમાં એક સાથે 15 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કોરોના કાળમાં સતત ખડે પગે સેવા આપતા બેંક કર્મચારીઓ સંક્રમિત થતા બેન્કને બંધ કરી અને સેનેટાઈઝ કરવામાં આવી છે. સાથે આ કર્મચારીઓએ હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. માટે તેમના પરિવાર જનો પણ કોરોના સંક્રમિત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બેન્કના ઉચ્ચ અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાતા સ્થાનીકોમાં ફરી એકવાર કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે.

Image result for corona

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 255 નોંધવામાં આવી છે. રાજયમાં કોરોના ર‍રસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું.  આજની તારીખે કુલ‍ 883 કેન્દ્રો પર 53615 વ્યક્તિઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 714131 વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

Business / અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા સંસદીય સમિતિની ભલામણ, વાહનો પર જીએસટી ઘટાડો

Campaign / 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો સંકલ્પ લઇ કરશે પ્રચારના શ્રી ગણેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ