Not Set/ રાજકોટ: માત્ર 50 રૂપિયા માટે બે સાધુએ મહિલાને યમલોક પહોંચાડી

  રાજકોટનાં એક ગામમાંથી એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમારા હોશ ખોવાઈ જશે. મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાનાં પાચવડા ગામમાં બે સાધુઓ ભીખ માગવા આવ્યા હતા. આ સાધુઓએ 50 રૂપિયા માટે એક મહિલાને મારી નાખી હતી. ભીખ માગવા આવેલા સાધુનો ભિક્ષા માગતી વખતે જયશ્રીબેન સાવલીયા (મૃતક) સાથે ઝઘડો થઈ ગયો હતો. કથિત માહિતી […]

Top Stories Rajkot Gujarat
murder patrika રાજકોટ: માત્ર 50 રૂપિયા માટે બે સાધુએ મહિલાને યમલોક પહોંચાડી

 

રાજકોટનાં એક ગામમાંથી એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમારા હોશ ખોવાઈ જશે. મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાનાં પાચવડા ગામમાં બે સાધુઓ ભીખ માગવા આવ્યા હતા. આ સાધુઓએ 50 રૂપિયા માટે એક મહિલાને મારી નાખી હતી.

ભીખ માગવા આવેલા સાધુનો ભિક્ષા માગતી વખતે જયશ્રીબેન સાવલીયા (મૃતક) સાથે ઝઘડો થઈ ગયો હતો. કથિત માહિતી મુજબ બંને સાધુઓએ મહિલાને માઆર માર્યો હતો જેના કારણે તેને માથાના ભાગમાં ઘણી ઈજા પહોંચી હતી. ઘારમાં ઘૂસીને મારવામાં આવેલા મારના કારણે ખુબ ઈજા થતા મહિલાની મોત થઇ ગઈ હતી. પોલીસને આ બાબતે માહિતી મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે.

મૃતક મહિલા જયશ્રીબેન સાવલીયાના પતિના જણાવ્યા અનુસાર સાધુઓએ ભિક્ષામાં 50 રૂપિયા માગ્યા હતા પરંતુ માહીલાની પરીવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ૫૦ રૂપિયા આપવાની ના પાડી હતી જેના કારણે સાધુઓએ માહીલાને ઘરમાં ઘુસી માર માર્યો હતો તે દરમિયાન મહિલાને માથામાં ઈજા પહોંચતા તેની મોત થઈ હતી.