Fire/ રાજકોટની કોવિડ હોસ્પિટલ બની સ્મશાન, CM રૂપાણીએ મૃતકો માટે કરી સહાયની જાહેરાત

ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ નો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે.

Top Stories Rajkot Gujarat
a 216 રાજકોટની કોવિડ હોસ્પિટલ બની સ્મશાન, CM રૂપાણીએ મૃતકો માટે કરી સહાયની જાહેરાત
  • રાજકોટ શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
  • હોસ્પિટલમાં આગની ઘટનામાં 5 વ્યક્તિના થયા મોત
  • શિવાનંદના હોસ્પિટલના ICUમાં લાગી મોડી રાત્રે આગ
  • ICUમાં 11 દર્દી પૈકી, 5 ના મોત, 1 દર્દીની હાલત ગંભીર

ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ નો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. ત્યારે આ મામલા પર રાજયના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યકત કર્યું છે.

મહત્વનું છે કે, આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ આગ લાગવાની દુર્ઘટનાને લઇને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી દુ:ખ પ્રગટ કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.

આપને જણાવી દઈએ કે, હોસ્પિટલ ના બીજી માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.

હોસ્પિટલના સૂત્રો જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના બીજા માળે મશીનરી માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ છે. સરકાર દ્વારા આ હોસ્પિટલને સપ્ટેમ્બર મહિનાથી કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલનામાં કુલ 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી કલ 11 દર્દીઓ ICU વિભાગમાં દાખલ હતા તેઓ આગની ઝપેટમાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…