Accident/ ડે.કલેકટરના પત્ની, પુત્રી અને સાળાનું રોડ અકસ્માતમાં કરુણ મોત, સીએમ રૂપાણીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ 

રાજકોટના ડે.કલેકટરના પત્ની, પુત્રી અને સાલનું રોડ અકસ્માતમાં કરુણ મોત, સીએમ રૂપાણીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ 

Rajkot Gujarat
accident 11 ડે.કલેકટરના પત્ની, પુત્રી અને સાળાનું રોડ અકસ્માતમાં કરુણ મોત, સીએમ રૂપાણીએ ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ 

રાજ્યમાં રોડ અકસ્માતનું  પ્રમાણ સતત વધી રહ્યું છે. ગઢડાના ઢસા નજીક માંડવા-ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા એકજ પરિવારના ૩ સદસ્યોના કરૂણ મોત નિપજવાની ઘટનાથી ભારે કમકમાટી ફેલાઇ જવા પામી હતી. રાજકોટ ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને તેમના સાળાનું કાર અકસ્માતમાં મોત થયું છે. કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ પણ તમામ મૃતકો માટે ટ્વીટ કરીને શ્રધાંજલિ પાઠવી હતી.

Accident / MP નાં પૂર્વ CM કમલનાથનો લિફ્ટ દુર્ઘટનામાં બાલ બાલ બચાવ, CM શિવરાજે મેજીસ્ટ્રીયલ તપાસના આપ્યા આદેશ

પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણી ફરજમાં વ્યસ્ત ડે.કલેકટર ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળો કારમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અને ત્રણેયના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. અકસ્માતની જાણ થતા જ રાજકોટના ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ અને રાજકીય આગેવાન અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ચરણસિંહ ગોહિલના પત્ની અને પુત્રી બંને પોતાના પિયર-મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે ગયા હતા. ત્યાંથી પરત આવતા ચરણસિંહ ગોહિલના પત્ની અને પુત્રી અને સાલની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમના પત્ની ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉં.વ.૨૯) અને પુત્રી ગરીમા ચરણસિંહ ગોહિલ (ઉ.વ.૫) અને સાળા ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉં.વ.૨૧) ગામ મોખડકા, મોત નીપજ્યાં હતાં.