KBC/ ‘કૌન બનેગા કરોડપતિ’માં રાજકોટની રચના ત્રિવેદીનો ડંકો, જીત્યા આટલા લાખ

આજનો દિવસ રાજકોટવાસીઓ માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો.’કૌન બનેગા કરોડપતિ’ સીઝન-12માં અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ગઈ કાલે તારીખ 7 અને આજે 8ના રોજ રાજકોટ આત્મીય કોલેજની સ્ટુડન્ટ રચના ત્રિવેદીએ ગેમ રમી અને 3,20,000 જીતીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

Top Stories Rajkot Gujarat Entertainment
Untitled 20 'કૌન બનેગા કરોડપતિ'માં રાજકોટની રચના ત્રિવેદીનો ડંકો, જીત્યા આટલા લાખ

આજનો દિવસ રાજકોટવાસીઓ માટે ખૂબ જ યાદગાર રહ્યો હતો.’કૌન બનેગા કરોડપતિ’ સીઝન-12માં અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ગઈ કાલે તારીખ 7 અને આજે 8ના રોજ રાજકોટ આત્મીય કોલેજની સ્ટુડન્ટ રચના ત્રિવેદીએ ગેમ રમી અને 3,20,000 જીતીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે. દસમા પ્રશ્ન સુધી પહોંચવા માટે તેણે બે લાઇફલાઇન વાપરી હતી તેમજ બે લાઈન વાપરવાની બાકી હતી. પરંતુ હરદીપ કૌર કઈ અભિનેત્રીનું સાચું નામ છે તેનો સાચો જવાબ તે આપી શકી ન હતી. અમિતાભ બચ્ચને સાચો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે હાર્દિક કોર નીતુ કપૂરનું નામ છે.

Kaun Banega Crorepati Season 12 - Watch KBC 2020 All Episodes Online |  SonyLIV

રચના ત્રિવેદી દુનિયાભરના 12 જેટલા દેશોની મુલાકાત કરી ચૂકી છે. તેમની સાથે વાતચીત કરી અને અમિતાભ બચ્ચને પણ પોતાને સારું લાગ્યું એમ જણાવ્યું હતું. આત્મીય કોલેજમાં અભ્યાસ કરી ટીસીએસ જેવી નામાંકીત કંપનીમાં પેહલા ગાંધીનગર અને અત્યારે જર્મનીના મ્યુનિચમાં કામ કરી રહી છે. રચના ત્રિવેદી લોકડાઉન પેહલા ભારત આવેલી અને લોકડાઉન થવાના લીધે હજુ પણ રાજકોટ જ છે. આજે તેના બીજી શ્રેણીના એપિસોડ નિહાળી રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતની જનતાએ તેને બિરદાવી હતી.

આ દરમિયાન કૌન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થઇ ગઈ અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ સિલેક્ટ થઇ ગઈને અમિતાભ સાથે હોટ સીટ પર બેસી અને પ્રથમ ચેક મેળવી અને તેણીની મમ્મીનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. ગઈકાલે બેલ વાગતા પેહલા રચના દસ હજાર જીતી ચુકી હતી. આજે દસમાં અને 3,20,000ના પ્રશ્નનો જવાબ આપવામાં થોડી ઉતાવળ કરતા તે આગળ વધી શકી ન હતી. પરંતુ આ જગ્યા પર પહોંચી અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકાર સામે પ્રશ્નોના જવાબ આપવા તે પણ કાબિલે તારીફ છે. આ જગ્યા પર પહોંચી તેને રાજકોટની ગૌરવ અપાવ્યું છે.