ટ્વિટ/ ભાજપની જીત પર રાકેશ ટિકૈતે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની શાનદાર જીત પર ગર્વ અનુભવી રહી છે, જ્યારે કાર્યકરોનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે

Top Stories India
11 9 ભાજપની જીત પર રાકેશ ટિકૈતે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેની શાનદાર જીત પર ગર્વ અનુભવી રહી છે, જ્યારે કાર્યકરોનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ પરિણામોને જનાદેશ તરીકે લઈને રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપે તેને સુશાસન અને જનતાના વિશ્વાસની જીત ગણાવી છે. જયારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું કે, લોકશાહીના મહાન તહેવારમાં લોકોનો નિર્ણય સર્વોપરી છે. ખેડૂત આંદોલને તેની અસર દેખાડી. અમને આશા છે કે જે પણ સરકારો બની છે તે પોતપોતાના રાજ્યોમાં ખેડૂતો અને મજૂરોના ઉત્થાન માટે કામ કરશે. જીત પર સૌને અભિનંદન.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, ભાજપ સવારથી સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ જ મજબૂત લીડ જાળવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી બીજા નંબર પર ચાલી રહી છે. આ સાથે જ કોંગ્રેસે પણ બસપાને પાછળ છોડી દીધી છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે 7 તબક્કામાં મતદાન થયું છે