Crime/ બુટલેગર સાથે દુશ્મનાવટ હોઈ તમંચો સાથે રાખી ફરતો હતો, પોલીસે દ્વારા ઝડપી પડાયો

સંજય મહંત,સુરત-મંતવ્ય ન્યુઝ સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઈમસ દેશી હાથ બનાવટના તમંચા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને નિયોલ સ્થિત સાબરગામ જવાના રોડ પાસેથી આરોપી લીંબાયત સ્થિત રહેતા અજરુંદિન ઉર્ફે ઘનશ્યામ જેનુદીન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક ૧૦ હજારની […]

Gujarat Surat
Untitled 27 બુટલેગર સાથે દુશ્મનાવટ હોઈ તમંચો સાથે રાખી ફરતો હતો, પોલીસે દ્વારા ઝડપી પડાયો

સંજય મહંત,સુરત-મંતવ્ય ન્યુઝ

સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઈમસ દેશી હાથ બનાવટના તમંચા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને નિયોલ સ્થિત સાબરગામ જવાના રોડ પાસેથી આરોપી લીંબાયત સ્થિત રહેતા અજરુંદિન ઉર્ફે ઘનશ્યામ જેનુદીન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક ૧૦ હજારની કિમતની દેશી હાથ બનાવટની પિસ્તલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૨૦ હજારની મત્તા કબજે કરી હતી.બુટલેગર સાથે દુશ્મની હોવાથી તમચો લઈને ફરતો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપી આ તમંચો ઉધના સ્થિત બુટલેગર રામુ સાથે દુશ્મની હોય તે મધ્યપ્રદેશ ખાતે રહેતા ઈશરાર અલી પાસેથી લાવ્યો હતો. જેથી પોલીસે ઈશરાર અલીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ ઉપરાંત આરોપી અગાઉ સલાબતપુરા, ઉધના પોલીસ મથકમાં લુંટના ગુનામાં તેમજ લીંબાયત પોલીસ મથકમાં મારામારી અને આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયો હતો. જો કે આ ગુનામાં પુણા પોલીસે વધુ એક વખત તેની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી છે. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ